શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:53 IST)

પશ્ચિમ બંગાળમાં કેપિટલ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતર્યા, 2 લોકોના મોત, 12 ઘાયલ

ગઈકાલે પટનાથી ગુવાહાટી જઈ રહેલ  કેપિટલ એક્સપ્રેસના બે કોચ પશ્ચિમ બંગાળમાં પા ટા પરથી ઉતરી ગયા જેમાં 2 લોકોના મોત  થઈ ગયા છે. આ સિવાય ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થઈ ગયા છે. તેમાં 3 ની હાલત ગંભીર  છે. ઘટનાના પાછળનું મુખ્ય કારણ ડ્રાઈવરની નિષ્કાળજી બતાવાય રહી છે. 
 


નોર્થ ઇસ્ટ ફ્રન્ટયર રેલ્વે અધિકારીઓએ કહ્યુ છે કે સીનીયર અધિકારીઓ સાથે રાહત ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય યાત્રિકોને સુરક્ષિત રીતે ગુવાહાટી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
 
      રેલ્વેના જણાવ્યા પ્રમાણે એન્જીન અને તેની સાથે લાગેલ કોચ પાટા ઉપરથી ઉતરી ગયા હતા. બે સપ્તાહ પહેલા ઇન્દોર-પટણા એકસપ્રેસના ૧૪ ડબ્બા યુપીના કાનપુરમાં પાટા ઉપરથી ઉતરી ગયા હતા અને જેને કારણે ૧૦૦ વ્યકિતના મોત થયા હતા.