મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (20:13 IST)

સિદ્ધુના પાકિસ્તાન સાથે છે સંબંધ, બની શકે છે રાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટ. સીએમ બનાવાશે તો કરીશ વિરોધ - કેપ્ટન

પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કૈપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) એ રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા આ પગલુ પાર્ટીનુ ટેંશન વધારનારુ છે. જો કે ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામ પર કોઈ નિર્ણય ન થયો. બીજી બાજુ માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ હવે પંજાબ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધૂ  (Navjot Singh Sidhu) ને સીએમ બનાવી શકે છે. 
 
પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ સિદ્ધુના મુખ્યમંત્રી બનવાના માર્ગમાં અવરોધો મૂકવા માટે મક્કમ છે. તેઓ કોઈ પણ સંજોગોમાં સિદ્ધુને મુખ્યમંત્રી બનવા દેવા માંગતા નથી. આ દરમિયાન તેમણે સિદ્ધુના વિરોધમાં પોતાની પ્રથમ ચાલ ચાલી છે. સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ વચ્ચે, કેપ્ટન અમરિંદર સિંહે તેમને એક અક્ષમ વ્યક્તિ ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ એક અસમર્થ માણસ છે, તે આપત્તિ સાબિત થશે. હું આગામી મુખ્યમંત્રી ચહેરા માટે તેમના નામનો વિરોધ કરીશ. તેમના સંબંધો પાકિસ્તાન સાથે છે. આ વાત રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો રહેશે. 
 
કયા પાકિસ્તાન કનેક્શનની વાત કરી રહ્યા છે અમરિંદર 
 
ઉલ્લેખનીય છે  2018 માં જ્યારે પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન (Imran Khan) જ્યારે પાકિસ્તાન સત્તામાં આવ્યા ત્યારે તેમણે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને તેમના શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. નવજોતે તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને તેમના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી. અહીં તેમણે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે ભેટયા હતા, ત્યારબાદ ભારતમાં તેમનો વિરોધ થયો હતો. જો કે, સિદ્ધુએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ માત્ર એક સેકંડનુ આલિંગન હતુ કોઈ રાફેલ સોદો નહોતો.