1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (17:02 IST)

Punjab CM Captain Amarinder Singh Resign: પંજાબના મુખ્યમંત્રી કૈપ્ટન અમરિંદર સિંહે આખી કેબિનેટ સાથે રાજીનામુ આપ્યુ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલા રાજીનામું આપી દીધું છે. સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલને મળ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. આ સાથે તેમના સમગ્ર મંત્રીમંડળે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, કોંગ્રેસમાં મારું સતત અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસને મારા પર વિશ્વાસ નહતો રહ્યો. એક મહિનામાં ત્રણ વખત મને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. પરિણામે સવારથી જ મારું રાજીનામું આપવાનું નક્કી હતું. હવે કોંગ્રેસ ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.
 
કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને દિકરા રણઈંદર સિંહ સાથે રાજભવન પહોંચ્યા હતા.
 
જો સૂત્રોનું માનીએ તો કેપ્ટને આજે સમગ્ર વિવાદનો અંત લાવવા કહ્યું છે. કેપ્ટને એવી ધમકી પણ આપી છે કે જો તેમને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે આ સંદેશ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચવા માટે કહ્યું છે. અગાઉ, સિદ્ધુના વ્યૂહાત્મક સલાહકાર મુહમ્મદ મુસ્તફાએ સાડા ચાર વર્ષ પછી કોંગ્રેસના સીએમ પસંદ કરવાની તક અંગે મોટું નિવેદન આપ્યું છે.
 
મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપશે અથવા ધારાસભ્યો પક્ષની બેઠકમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ આપશે. કેપ્ટને અંદાજે 2 વાગે તેમના ગ્રુપની બેઠક બોલાવી છે અને ધારાસભ્યોને આવવા કહ્યું છે.

પંજાબમાં કોંગ્રેસ પક્ષમાં મોટો ઉથલપાથલ થવાની શક્યતા પ્રબળ બની છે. કેપ્ટન અમરિંદર સિંહ આજે મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી બંનેમાંથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ, તે તેના સમર્થકો ધારાસભ્યોની બેઠક બાદ તેની જાહેરાત કરી શકે છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ પર, નવજો સિંહ સિદ્ધુને ટેકો આપતા ધારાસભ્યોની મહત્વની બેઠક આજે સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં અમરિંદર સિંહ વિરુદ્ધ ઠરાવ પસાર થવાની સંભાવના છે.


આ પહેલા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ આવા અપમાન સાથે પાર્ટીમાં રહી શકતા નથી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ કેપ્ટનના રાજીનામા અંગેની અટકળોને વધુ હવા મળી છે