બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2022 (10:30 IST)

10 બોક્સમાં રોકડ અને 40 પાનની ડાયરી, અર્પિતા મુખર્જીના ઘરમાંથી ED ને શુ શુ મળ્યુ, જેનાથી ખુલશે રહસ્ય

પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને નિકટના સહયોગી અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટમાંથી લગભગ 29 કરોડ રૂપિયા રોકડ અને પાંચ કિલોગ્રામ સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે. શાળા શિક્ષકોની નોકરી ઘોટાળાની તપાસ કરી રહેલ ઈડીના અધિકારીઓએ આ માહિતી આપી છે. તપાસ એજંસીના અધિકારી 18 કલાક સુધી ચાલેલી છાપામારી પછી આજે સવારે કલકત્તાના બેલઘરિયા વિસ્તારમાં અર્પિતા મુખર્જીના ઘરમાંથી 10 ટ્રક રોકડ લઈને નીકળ્યા. 
 
સૂત્રોનુ કહેવુ છે કે ઈડીના અધિકારીઓએ મુખર્જીના બીજા ફ્લેટમાંથી જપ્ત કરવામાં આવેલી રોકડની યોગ્ય માત્રા જાણવા માટે ત્રણ નોટ કાઉંટિંગ મશીનોનો ઉપયોગ કર્યો. 
 
પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની 23 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, તેના એક દિવસ પછી તેમના ઘરે પ્રથમ કન્સાઈનમેન્ટ મળ્યા હતા. ગયા અઠવાડિયે દરોડા દરમિયાન, તપાસ એજન્સીના અધિકારીઓએ શહેરમાં અર્પિતાના બીજા ફ્લેટમાંથી 21 કરોડ રૂપિયા રોકડા, જંગી વિદેશી ચલણ અને 2 કરોડ રૂપિયાના સોનાના બાર જપ્ત કર્યા હતા. તેમની પાસેથી લગભગ 40 પાનાની નોંધો ધરાવતી એક ડાયરી પણ મળી આવી હતી, જે તપાસમાં મહત્વની કડીઓ આપી શકી હોત. અર્પિતા મુખર્જીના બંને ઘરેથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે જેની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
 
ઉલ્લેખનીય છે  કે શાળાઓમાં નોકરીઓમાં મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસના ભાગરૂપે પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાન અને તેમના નજીકના સહયોગી પાર્થ ચેટર્જી પર આરોપ છે કે તેઓ જ્યારે શિક્ષણ પ્રધાન હતા ત્યારે સરકારી શાળાઓમાં શાળાના શિક્ષકો અને સ્ટાફની કથિત ગેરકાયદેસર નિમણૂકમાં ભૂમિકા ભજવી હતી.
 
અર્પિતા મુખર્જીએ તપાસકર્તાઓને જણાવ્યું છે કે પૈસા ટ્રાન્સફર માટે અને કોલેજોને માન્યતા મેળવવામાં મદદ કરવા માટે મળ્યા હતા. અર્પિતા મુખર્જીએ તપાસકર્તાઓને એમ પણ કહ્યું કે, "પાર્થે મારા અને અન્ય એક મહિલાના ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કર્યો હતો. તે બીજી મહિલા પણ તેની નજીકની મિત્ર છે."