1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (11:30 IST)

CBSE Board Exams 2023: ધો 10-12ની પરીક્ષા માટે CBSEની ગાઈડલાઈન્સ

કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆઈથી ચાલી રહી છે. બોર્ડ પરીક્ષાઓની વચ્ચે સીબીએસઈએ શાળા અને પરીક્ષા સેંટરને પરીક્ષાઓ કરાવવા માટે દિશા-નિર્દેશ (CBSE issued new guidelines) રજૂ કર્યા છે. બોર્ડએ આયોજીત કરી રહી છે. સીબીએસઈ દ્વારા રજૂ કરાયેલા નોટિસ મુજબ પરીક્ષા આયોજીત કરાવવા માટે બધા શાળાઓને સુનિશ્ચિત કરવુ પડશે કે બધા જવાબવહીને પ્લાસ્ટિકની કોથળીઓથી પેક કરાય જ્યારે પરીક્ષા પછી જવાબવહી સંબંધિત પ્રાદેશિક કચેરીને ટપાલ સેવાઓ દ્વારા મોકલવામાં આવશે. જો આ ઉત્તરવહીઓ વ્યક્તિગત રીતે અથવા સિટી કોઓર્ડિનેટરની મદદથી પ્રાદેશિક કચેરીને મોકલવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં. 
 
તેની સાથે જ બોર્ડએ કહ્યુ કે ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વ્હાટસએપ સંદેશ મોકલવો જોઈએ નહીં. પછી ભલે તે સંદેશ સીબીએસઈનો હોય કે બોર્ડની પરીક્ષાઓના સંચાલનને લગતી અન્ય કોઈ સત્તા સાથેનો હોય.