રવિવાર, 2 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (22:53 IST)

CBSE એ કરી 10માં અને 12માં ની બોર્ડની પરીક્ષાની તારીખોનું એલાન, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

exam 2023
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2023માં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખપત્રક જાહેર કરી છે. વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને ડેટશીટ ચકાસી શકે છે. CBSEએ તેની વેબસાઈટ પર 10મા અને 12મા બંનેનું ટાઈમ ટેબલ મુક્યું છે. ડેટશીટમાં, CBSE એ 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 2023 માટે પરીક્ષાની તારીખ, સમય અને અન્ય પરીક્ષા સૂચનાઓ પણ બહાર પાડી છે.
 
10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે
CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી ડેટશીટ અનુસાર, 10મીની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે. તે જ સમયે, 12 મીની પરીક્ષા પણ 15 ફેબ્રુઆરી, 2023 થી જ લેવામાં આવશે. 10મીની પરીક્ષા 21મી માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે જ્યારે 12મીની પરીક્ષા 5મી એપ્રિલ 2023ના રોજ સમાપ્ત થશે. CBSEએ વિદ્યાર્થીઓ માટે સવારે 10:30 વાગ્યાનો પરીક્ષાનો સમય નક્કી કર્યો છે. CBSE બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષાઓનું શેડ્યૂલ પણ બહાર પાડ્યું છે. શેડ્યૂલ મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 ની પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરી, 2023 થી શરૂ થશે. CBSE બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે, તેથી બોર્ડે સમય પહેલા ડેટશીટ જાહેર કરી છે. બોર્ડ તમામ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવે છે.
 
JEE Mains ને ધ્યાનમાં રાખતા રજુ કરવામાં આવી ડેટશીટ  
 
CBSE બોર્ડ એ JEE Mains પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની ડેટશીટ બહાર પાડવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ડેટશીટ લગભગ 40,000 વિષયોના સંયોજનને ટાળીને તૈયાર કરવામાં આવી છે જેથી કોઈ પણ વિદ્યાર્થીની બે વિષયનીપરીક્ષા એક જ તારીખે  ન હોય.
 
આ વિષયો સાથે શરૂ થશે પરીક્ષા  
CBSE ધોરણ 10મા બોર્ડની પરીક્ષા પેઈન્ટીંગ, રાય, ગુરુંગ, તમંગ, શેરપા અને થાઈ પેપર સાથે શરૂ થશે અને ગણિતના ધોરણ અને ગણિતના બેઝિક પેપર સાથે સમાપ્ત થશે. મોટાભાગના પેપર માટે પરીક્ષાનો સમય સવારે 10:30 થી બપોરે 1:30 સુધીનો રાખવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ  CBSE બોર્ડ 12 મી બોર્ડની પરીક્ષા એન્ટરપ્રિન્યોરશિપ પેપરથી શરૂ થશે અને મનોવિજ્ઞાન પેપર સાથે સમાપ્ત થશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય મોટાભાગના પેપર માટે સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે.