ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 3 નવેમ્બર 2022 (13:52 IST)

ગુજરાત ચૂંટણી પહેલા ભેટ, 27 લાખ ઉમેદવારો માટે કલર્ક-સેક્રેટરી ભરતી પરીક્ષાની તારીખ જાહેર

exam
Gujarat News: ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ગુજરાત સરકારે જુનિયર ક્લાર્ક અને પંચાયત સચિવની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ 8મી જાન્યુઆરીએ લેવામાં આવશે. આ પરીક્ષા માટે લગભગ 27 લાખ લોકોએ અરજી ફોર્મ ભર્યા હતા. આ માટે 9000 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવશે, જ્યાં પરીક્ષા યોજાવાની છે.
 
પરીક્ષા 8 જાન્યુઆરીએ લેવાશે
 
આજે ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ પહેલા ગુજરાત સરકારે યુવાનોને ભેટ આપતા ક્લાર્ક અને સેક્રેટરીની ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. આ માટે, વિભાગે 9,000 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી છે જ્યાં પરીક્ષા 08 જાન્યુઆરી, 2023 ના રોજ લેવામાં આવશે.
 
ફેબ્રુઆરી 2022માં અરજીઓ માંગવામાં આવી હતી
 
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ ફેબ્રુઆરી 2022 માં જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્ક ગ્રેડ 3 ની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી હતી. સત્તાવાર વેબસાઇટ 
 gpssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in પર આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 12 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે. 18 ફેબ્રુઆરીથી 08 માર્ચ 2022 સુધી ઓનલાઈન અરજીઓ નોંધવામાં આવી હતી.