ગુજકેટ 2022 પરીક્ષાની તારીખ જાહેર, 18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા
રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 18 એપ્રિલે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. ધોરણ 12 સાયન્સ બાદ એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં અભ્યાસ માટે ગુજકેટની પરીક્ષા મહ્ત્વપૂર્ણ છે. ગુજકેટ 2022ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ આપતા હોય છે. પરીક્ષામાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયની લેવાય છે. ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના 120 મિનિટમાં એક એક માર્કના એવા 40 - 40 પ્રશ્નો પૂછવામાં આવે છે.ગણિત અને જીવવિજ્ઞાનની પરીક્ષા અલગ અલગ લેવામાં આવે છે, 40 - 40 માર્કની પરીક્ષા લેવાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
રાજ્યના એક લાખ કરતા પણ વઘારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. મહત્વનું છે કે ગુજકેટ એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે.જેના ફોર્મ 25 જાન્યુઆરીથી ભરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે. સ્કૂલોએ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરી - સહી સિક્કા કરી વિદ્યાર્થીઓને આવવાની રહેશે. આ સાથે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સહિત પ્રાયોગિક વિષયોના માર્ગ 26 તારીખ સુધીમાં ઓનલાઈન સબમીટ કરવા સ્કૂલોને સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે.