ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (14:42 IST)

Good News - રાજય સરકાર કરી 3,300 વિદ્યાસહાયકોની ભરતી અંગેની જાહેરાત

રાજય સરકારે 3,300 વિદ્યાસહાયકોની ભરતી અંગેની જાહેરાત કરી હતી. ત્યારે આ પ્રક્રિયાના ભાગરૂપે કામ ચલાઉ મેરીટ યાદી સાંજે ૩.૩૦ કલાકે જાહેર કરવામાં આવશે . જ્યારે ફાઈનલ મેરીટ યાદી અને કોલ લેટર બાબતે પાછળથી જાહેરાત કરવામાં આવશે.

તદ્દ ઉપરાંત 3,300 વિદ્યાસહાયકોની નોકરી નો ઓર્ડર અને નિમણુંકની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ શિક્ષકોની જે  વધઘટ થશે તે મુજબ શિક્ષકોનાબદલી ના કેંપ આયોજિત થશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.  ઉપરાંત અન્ય વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. જેની અમલવારી કરવા માટે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.અને શિક્ષણ વિભાગને સૂચના આપી છે.ત્યારે  આગામી સમયમાં રાજ્યની શાળાઓનો જન્મ દિવસની ઉજવણી થશે. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે.
 
તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ  શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.