શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (13:33 IST)

Chandrayaan-2 : સૌથી મુશ્કેલ પરીક્ષા, તડકો ન મળ્યો તો ચંદ્ર પર નિર્બળ થઈ જશે પ્રજ્ઞાન

ફોટોમાં જે સોનેરી રંગની પૈડાવાડી જે વસ્તુ દેખાય રહી છે. આ જ છે એ રોવર જે chandrayaan 2 મિશન હેઠળ આજે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરશે.  આ રહસ્યો વિશે જાણીને તમે હેરાન થઈ જશો. એ ચોક્કસ સમય સીમા માટે 27 કિલોગ્રામના આ રોવરને અહી મોકલવામાં આવ્યુ છે.  તેનુ નમ પ્રજ્ઞાન રાખવામાં આવ્યુ છે. આવો જાણીએ પ્રજ્ઞાન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો.. 
 
ISRO ની માહિતી મુજબ પ્રજ્ઞાનનુ વજન 27 કિલોગ્રામ છે.. આ 50W પાવરથી ચાલે  છે. તેમા બે પ્લેલોડ્સ લગાવ્યા છે.  તેનુ ડાઈમેંશન 0.9x0.75x0.85 છે. આ વિશે સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે તેનુ મિશન લાઈફ એક લુનર ડે છે.  એક લુનર ડે એટલે ચંદ્રનો એક દિવસ જે ધરતીના નિકટ 14 દિવસ બરાબર છે. 
અહી મોકલેલા 6 પૈડાવાળી આ રોબોટિક વ્હિકલનુ નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યુ છે. જેનો સંસ્કૃતમાં અનુવાદ બુદ્ધિ થાય છે. ઈસરોના મુજબ આ એક સેંટીમીટર પ્રતિ સેકંડની ગતિથી 500 મીટર ચાલશે. ત્યારબાદ તેને સોલર એનર્જીની જરૂર પડશે. 
 
ચંદ્રમા પર એક દિવસની યાત્રા દરમિયાન તેને ધરતીના મુજબ 14 દિવસ સુધી પોતાની ઉર્જાથી કામ કરવુ પડશે. તેને જો ત્યા સોર્ય ઉર્જા મળતી રહી તો તેની સૌથી મુશ્કેલ પરીક્ષા પણ પાસ થઈ જશે.   પ્રજ્ઞાન ત્યા સૌર ઉર્જાથી પોતે આપમેળે જ ચાર્જ થઈને પૃથ્વી પર આપણે માટે ચંદ્ર પરથી સંકેટ મોકલતુ રહેશે. 
 
પ્રજ્ઞાનમાં મિશન પેલોડ્સ લગાવ્યા છે જે ઑર્બિટર પ્લેલોડ્સ પણ કહેવાય છે. આ એક પ્રકારના રોવરની પુરી ફંક્શનિંગ છે.  તેમા લાગેલ ટેરેન મેપિંગ કૈમરા 2 એક સંપૂર્ણ ચંદ્રનો એક ડિઝિટલ એલેવેશન મૉડલ મોકલશે.  જેનાથી ચંદ્ર પરથી બીજા અનેક રહસ્યો વિશે જાણ થશે. 
તેમા બે લાર્જ એરિયા સૉફ્ટ એક્સરે સ્પેક્ટો મીટર લાગ્યા છે. જેનાથી આ જાણ થઈ શકશે કે ચંદ્રમાની પરત પર રહેલ તત્વોમાંથી કયા કયા કંપોઝિશન છે.  તેમા સોલર એક્સરે મૉનીટર પણ લાગ્યા છે. જે ચંદ્રમાઅ સાથે જોડાયેલ રહસ્યોને ખોલવામાં મદદ કરશે. 
મિશન પ્લેલોડ્સમાં ઈમેજિંગ આઈઆર સ્પેક્ટોમીટર પણ લાગેલુ છે જે આપણને એ બતાવશે કે ચંદ્રની લુનર પરત પર પાણી છે કે નહી. આ ઉપરાંત તેમા એક રડાર પણ લાગેલી છે જે પોલર રીઝનની માપ બતાવવા સાથે જ બતાવશે કે આ બીજી પરતમાં વોટર આઈસ છે કે નહી.  આ ઉપરાંત ત્રણ અધુ અન્ય યંત્ર લાગ્યા છે જે ચંદ્રમાં પર જીવન અને તેના ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડાયેલ તમામ રહસ્યો ઉકેલવામાં મદદરૂપ સાબિત થશે.