#MeToo પર પહેલીવાર બોલ્યા શાહ, એમ જે અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ
. કેન્દ્રીય મંત્રી અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર યૌન શોષણના આરોપોનો મામલો હવે વધુ વેગ પકડતો દેખાય રહ્યો છે. હવે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ કહેવુ છે કે વિદેશ રાજ્યમંત્રી પર લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ. તેમણે એક ચેનલ પર આપેલ ઈંટરવ્યુમાં આ વાત કહી. શાહના નિવેદનને એ માટે પણ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે કે મીટૂ આંદોલન પછી વિવાદમા ઘેરાયેલા એમ જે અકબર પર બીજેપીના પાર્ટી પ્રમુખ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે.
અમિત શાહે કહ્યું છે કે, એ જોવું પડશે કે સાચું છે કે ખોટું. એ વ્યક્તિની પોસ્ટની હકીકત તપાસવામાં આવશે, જેને આવા આરોપો લગાવ્યા છે. આવી જ રીતે મારા નામનો ઉપયોગ કરીને પણ લખવામાં આવી શકે છે. અકબર વિરૂદ્ધ તપાસ મામલે તેમણે કહ્યું હતું કે, જરૂર વિચારીશું. શાહે કહ્યું હતું કે, કોઈ પણ અસત્યાપિત આરોપો આરોપો લાગવવા માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોઈ શકે છે. જોકે એનાથી એ પણ સાબીત થાય છે કે, અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશ જાય છે અને પાર્ટી પણ તેને લઈને ગંભીર છે. પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મી ટૂ અભિયાન હેઠળ અકબર પર અનેક મહિલા પત્રકારો સાથે વાંધાજનક વ્યવહાર કર્યો હતો. મહિલાઓનું કહેવુ છે કે વિવિધ સંસ્થાનોમાં સંપાદક રહેવા દરમિયાન તેમણે તેમનુ યૌન શોષણ કર્યુ હતુ. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે પાર્ટી પોતાના મંત્રી પર લાગેલા આરોપોને લઈને ગંભીર છે.