ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (09:30 IST)

Raipur Blast: રાયપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, CRPના 6 જવાન ઘાયલ

Raipur Blast: રાયપુર રેલવે સ્ટેશન પર સવારે લગભગ 6.30 વાગ્યે બ્લાસ્ટ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં 6 CRPF જવાન ઘાયલ થયા છે. જાણવા મળ્યુ છે કે આ વિસ્ફોટ ડેટોનેટર ફાટવાથી થયો છે. મળતી માહિતી મુજબ, એક બોગીથી બીજી બોગીમાં ડેટોનેટર લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો.
 
મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર 2 માં બે બોગીના શિફ્ટિંગ દરમિયાન અકસ્માત થયો હતો. ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઘટના સાથેસીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ સ્થળ પર પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું છે.