મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (14:37 IST)

Delhi: સિંધુ બોર્ડર પર યુવકની હત્યા પર નિહંગોનુ કબૂલનામુ, કહ્યુ - ગુરૂ ગ્રંથ સાહિબ ઉઠાવીને ભાગી રહ્યો હતો

દિલ્હી-હરિયાણા(Delhi-Haryana) ની સિંઘુ બોર્ડર(Delhi Singhu Border)પર  શુક્રવારે સવારે એક યુવકની નિર્દયતાથી હત્યા કરી અને તેનો મૃતદેહ પર મુખ્ય મંચ પાછળના બેરિકેડ પરથી લટકાવવામાં આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ સિંઘુ બોર્ડર પર હંગામો શરૂ કર્યો હતો. એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, નિહંગો દ્વારા વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. નિહાગોએ યુવકની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ત્યાં લટકાવ્યો હતો. 
 
હવે આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા એક વીડિયોમાં નિહાંગે વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે. 
 
યુવાનનો પગ અને હાથ કાપી નાખ્યા 
 
એક ન્યૂઝ વેબસાઈટ મુજબ, અન્ય વાયરલ વીડિયોમાં નિહંગો કહી રહ્યા છે કે યુવક રાત્રે નિહાંગોના તંબુમાં આવ્યો જ્યાં શ્રી ગુરૂ ગ્રંથ સાહિબનો પ્રકાશ કરવામાં આવ્યો હતો.  જ્યારે યુવકે ગુરુ ગ્રંથ સાહિબ ઉપાડીને ભાગવા માડ્યો તો સેવકોએ તેને પકડી લીધો. યુવાન નિહાંગોના કબજામાં હતો. જ્યારે તેના કપડાં કાઢવામાં આવ્યા ત્યારે તેના માથા પર વાળ નહોતા અને તેણે કચ્છો પહેર્યો હતો.  નિહાંગે તેની પૂછપરછ કરી. જ્યારે તે કંઇ કહેવા તૈયાર ન થયો ત્યારે પહેલા તેનો હાથ અને પછી પગ કાપી નાખવામાં આવ્યો. ત્યારબદ તેનું મૃત્યુ થયું.
 
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમા તે કહી રહ્યો છે કે 'જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ, આ પાપીએ સિંઘુ સરહદ પર શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું છે. સેનાએ તેનો હાથ કાપી નાખ્યો અને તેનો પગ પણ કાપી નાખ્યો.
 
જ્યારે એક બીજો વીડિયોમાં યુવક મરતાં પહેલાં કહી રહ્યો છે કે સચ્ચે પાતશાહ ગુરુ તેગ બહાદુર નિહંગને મારો વધ કરવાની આજ્ઞા આપો. એ પછી નિહંગનો પણ વીડિયો પ્રકાશમાં આવ્યો, જેમાં તેમણે હત્યા કરવાની વાતને કબૂલી અને હત્યા કરવાનું કારણ પણ જણાવ્યું. સિંધુ બોર્ડર પર હાલ માહોલ તણાવપૂર્ણ છે. મૃતક યુવક અમૃતસરના તરનતારનનો હોવાનું કહેવાઈ રહ્યું છે.