1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (12:07 IST)

મોબાઈલના ચાર્જરથી બાળકનું મોત

કર્નાટકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કારવાર તાલુકામાં, બુધવારે મોબાઈલ ચાર્જર અકસ્માતે મોંમાં ફસાઈ જવાથી આઠ મહિનાની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ પરિવારના તમામ સભ્યો આઘાતમાં છે. અહેવાલો અનુસાર, બાળકીની ઓળખ સંતોષ અને સંજનાની પુત્રી સાનિધ્યા તરીકે થઈ છે.
 
પરિવારજનોએ તેમનો મોબાઈલ ફોન ચાર્જ કર્યો હતો પરંતુ ભૂલથી સ્વીચ ખુલ્લી છોડી દીધી હતી. છોકરીએ ચાર્જર મોંમાં મૂકતાં જ તેને વીજળીનો તીવ્ર આંચકો લાગ્યો.
 
આ પછી તેના માતા-પિતા તેને તાત્કાલિક બાઇક પર નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તમામ પ્રયાસો છતાં બાળકીને બચાવી શકાઈ ન હતી અને હોસ્પિટલે તેને મૃત જાહેર કરી હતી.