મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (18:36 IST)

કોરોના વિરુદ્ધ વધુ આક્રમક થશે લડાઈ, DCGI એ સિપ્લાને મોડર્ના વેક્સીન આયાત કરવાની આપી મંજુરી

કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં ભારતને જલ્દી જ એક મોટુ હથિયાર મળવા જઈ રહ્યુ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈંડિયા(DCGI)એ મંગળવારે સિપ્લાને ભારતમાં સીમિત ઈમરજેંસી ઉપયોગ માટે મોર્ડર્નાના કોવિડ-19 વેક્સીનના આયાતની મંજુરી આપી દીધી છે. સૂત્રોનુ માનીએ તો સિપ્લાએ સોમવારે મોડર્ના વેક્સીન આયાત કરવા માટે ડીસીજીઆઈ પાસે પરમિશન માંગી હતી. 
 
સિપ્લાએ સોમવારે એક અરજી આપીને આ રસીના આયાતની મંજુરી માંગી હતી. તેને 15 એપ્રિલ અને એક જૂનના ડીસીજીઆઈ નોટિસનો હવાલો આપ્યો હતો. નોટિસમાં કહેવામા આવ્યુ હતુ કે જો વેક્સીનને ઈમરજેંસી ઉપયોગ અધિકાર (EUA) માટે અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (USFDA) દ્વારા અનુમતિ આપવામાં આવે છે તો વેક્સીનને બ્રિજિંગ ટ્રાયલ વગરના માર્કેટિંગના અધિકાર આપી શકાય છે. આ ઉપરાંત પ્રત્યેક સ્ટોકને કેન્દ્રીય ઔષધિ પ્રયોગશાળા (CDL) કસૈલીથી ચેક કરાવવાની જરૂરિયાતમાંથી છૂટ મળી શકે છે. 
 
આ પહેલા સરકારે  રશિયાની સ્પુટનિક વી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ સાથે, દેશમાં અત્યાર સુધી કુલ ચાર રસી થઈ ગઈ છે, જેનો તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભારતમાં બે રસી (કોવશીલ્ડ અને કોવાકસીન) છે. આ રીતે, ભારતમાં હવે કુલ ચાર રસી છે, જેમને  ઈમરજેંસી ઉપયોગ માટેની મંજુરી મળી છે. જેમા ભારતની બે (કોવિશિલ્ડ અને કોવેકસીન) રસી છે. આ રીતે જોવા જઈએ તો હવે ભારતમાં કુલ ચાર રસી છે, જેને સરકાર દ્વારા ઈમરજેંસી  ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે