સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (15:46 IST)

પંજાબ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો મોટો દાવ, જીત્યા તો આપશે 300 યૂનિટ સુધી મફત વીજળી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીનુ બિગુલ ફુંકી દીધુ છે. મંગળવારે 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલે મોટો દાવ રમતા વચન આપ્યુ કે જો પંજાબમાં તેમની પાર્ટી જીતે છે તો દરેક પરિવારને 300 યૂનિટ સુધી મફત વીજળી દર મહિને આપવામાં આવશે. તેમણે કહ્યુ કે તેનાથી પંજાબમાં 80 ટકા લોકોને ફાયદો થશે અને તેમને વીજળીના બિલના નામે કોઈ ચુકવણી નહી કરવી પડે.  આ સાથે જ તેમણે ઘરેલુ વીજળી ગ્રાહકના બાકી બિલોને પણ માફ કરવાનુ એલાન કર્યુ. કેજરીવાલે કહ્યુ કે અમે રાજ્યમાં લોકોને મફત વીજળી આપવા સાથે જ વગર અવરોધે પુરવઠો પુરો પાડવાની કોશિશ કરીશુ. 
 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો  તેમની આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીતે છે, તો પહેલી જ કેબિનેટની મીટિંગમાં વીજળીની કિમંતોમાં રાહત આપઆનો નિર્ણય લેવામાં આવશે.  'આપ' નેતાએ દિલ્હીનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમે જ્યારે પહેલી વાર 2013માં દિલ્હીમાં ચૂંટણી લડી હતી ત્યારે જોયુ હતુ કે લોકોને વધુ પડતા બીલ આવે છે. પંજાબની જેમ સરકાર પણ પાવર કંપનીઓ સાથે મળેલી હતી. આજે દિલ્હીમાં ખૂબ ઓછી કિંમત પર લોકોને  24 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે. પંજાબમાં દિલ્હીના એ મોડલને લાગૂ કરવાનુ છે. 
 
કેપ્ટન સરકાર પર હુમલો કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સમગ્ર દેશમાં લગભગ સૌથી મોંઘી વીજળી પંજાબમાં મળે છે, જ્યારે કે પંજાબમાં વીજળી બને છે છતા સૌથી મોંઘી વીજળી પંજાબમાં કેમ મળે છે ? કારણ કે વીજળી કંપની અને પંજાબની સરકારની મિલીભગત છે. ઉલ્લેખનીય છે કે સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબની બધી સીટો પર આવતા વર્ષે થનારી ચૂંટણીમાં ઉતરવાનુ એલાન કર્યુ છે. બીજી બાજુ કોંગ્રેસ પણ એકલી જ મેદાનમાં ઉતરી રહી છે. અને અકાલીદળે માયાવતીની પાર્ટી બીએસપી સાથે ગઠબંધનનું એલાન કર્યુ છે.