સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (10:15 IST)

Durg News: ટ્રેનના ડબ્બા પર ચઢીને પકડી લીધો તાર અને ધડાકાભેર નીચે પટકાયો

Chhattisgarh News: છતીસગઢના દુર્ગ રેલ્વે સ્ટેશન પર રવિ નામના યુવકે છતીસગઢ એક્સપ્રેસના ઉપર ચઢીને ઓએચઈ તારને પકડ્યો. તે પછી એક જોરદાર ધડાકો થયો અને યુવકના ટ્રેનના ડિબ્બા પરથી પટકાયો. આ ઘટનાને ત્યાં ઉભા કેટલાક લોકોએ મોબાઈલ પર કેદ કરી લીધુ6૴ 
 
જાણકારી મુજબ દુર્ગ રેલ્વે સ્ટેશન પર અમૃતસરથી બિલાસપુર જતી છત્તીસગઢ એક્સપ્રેસ 24 ઓક્ટોબરે સવારે 9.00 વાગ્યે પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી હતી. આ દરમિયાન ફૂટ ઓવરબ્રિજ પરથી પસાર થતી છત્તીસગઢ એક્સપ્રેસની બોગી પર એક યુવક ચડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતરવાનું કહ્યું, ઘણી બૂમો પાડી પરંતુ યુવકે કોઈની વાત ન સાંભળી.
 
જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવક જાંજગીર ચંપાનો રહેવાસી છે અને તે પંજાબના જાલંધરમાં કામ કરવા ગયો હતો. યુવક છત્તીસગઢ એક્સપ્રેસ દ્વારા તેના ઘરે પરત ફરી રહ્યો હતો પરંતુ અચાનક તે ઓવરબ્રિજની મદદથી છત્તીસગઢ એક્સપ્રેસના બોક્સ પર ચઢી ગયો હતો અને થોડીવાર લોકો સાથે વાત કરતા OHE વાયરને પકડી લીધો હતો. જેના કારણે જોરદાર ધડાકો થયો અને વીડિયો બનાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.વિસ્ફોટ બાદ યુવક બોગી પર પડ્યો હતો અને તે ખરાબ રીતે દાઝી ગયો