રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2022 (11:49 IST)

Jharkhand News: બસમાં મૂકેલા દિવાને કારણે લાગી આગ, ડ્રાઈવર, કંડક્ટરના મોત

Ranchi News: ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી(Ranchi)માં સોમવારે બસ (Bus) માં સૂતા બે લોકો(Fire)દાઝી જવાથી મોત થયા છે. પોલીસે જણાવ્યું કે બસમાં સોમવારે મોડી રાત્રે આગ લાગી હતી. દિવાળી(Diwali)ને ધ્યાનમાં રાખીને બસની અંદર એક દિવા મુકવામાં આવ્યો હતો. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ દરમિયાન બસમાં સૂઈ રહેલા બંને લોકો દાઝી ગયા, જેના કારણે તેઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ અનુક્રમે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે થઈ છે.
 
આ ઘટના રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ(Khadgarha Bus Stand)ની છે. મળતી માહિતી મુજબ, ખાદગઢા બસ સ્ટેન્ડ પર રાત્રે પૂજા કર્યા બાદ ડ્રાઈવર મદન અને કંડક્ટર ઈબ્રાહિમ દીવો કરીને બસની અંદર સૂઈ ગયા હતા. આ દરમિયાન બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં બસ ડ્રાઈવર અને કંડક્ટર બંને જીવતા દાઝી ગયા હતા.