વાઘેલાના ચાલુ વિવાદ સાથે કોંગ્રેસને બીજો ઝટકો, અંબિકા સોનીનુ મહાસચિવ પદ પરથી રાજીનામુ
કોંગ્રેસની મુશ્કેલીઓ દિવસો દિવસ વધતી જ જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના વિવાદ વચ્ચે હવે અંબિકા સોનીને હિમાચલ પ્રદેશના પ્રભારીનાપદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જો કે પાર્ટીએ અંબિકા સોનીનુ રાજીનામુ મંજુર કર્યુ નથી.
અંબિકા સોનીને કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેમને મનમોહન સિંહની સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સાચવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકર સિંહ વાઘેલાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસને તગડો ઝટકો આપ્યો હતો. તેમણે કોંગ્રેસ અને રાકાંપાના 11 ધારાસભ્યો પાસેથી ક્રોસ વોટિંગ કરાવ્યુ હતુ. એક ડઝન કોંગ્રેસ ધારાસભ્ય શક હેઠળ હતા. જેમા વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ, રાઘવ પટેલ વગેરે છે.
વરિષ્ઠ કોંગ્રેસી નેતા શંકર સિંહ વાઘેલાએ આજે પોતાના 77મો જન્મદિવસના અવસર પર આયોજીત એક કાર્યક્રમને સંબોધતા કહ્યુ કે કોંગ્રેસે મને 24 કલાક પહેલા જ કાઢી મુક્યો છે. પણ બાપૂ ક્યારેય રિટાયર નહી થાય. કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યુ કે કોંગ્રેસની સ્થિતિ વિનાશકાળે વિપરિત બુદ્ધિવાળી થઈ ગઈ છે.