રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (13:31 IST)

કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ટળ્યું

corona third wave-gujarati news
દેશમાં 24 કલાકમાં  8865 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. જે 287 દિવસના કેસોની સંખ્યામાં સૌથી ઓછા કેસ છે. કોરોનાથી 197 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 1 લાખ 30 હજાર 793 કોરોના સંક્રમણના એક્ટિવ કેસો છે. જે છેલ્લા 525 દિવસમાં સૌથી ઓછા કેસોની સંખ્યા છે. આજે 24 કલાકની અંદર કોરોનાના 8865 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે આનાથી મરનારાની સંખ્યા 197 રહી છે.
 
ત્યારે  અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 61 હજાર 756 લોકો સાજા થયા છે.  નવા મામલા મળ્યા બાદ દેશમાં કોરોનાના કુલ મામલાની ખરાઈ કરી જે સંખ્યા 3 કરોડ 44 લાખ 56 હજાર 401 થઈ ગઈ છે.