1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 મે 2025 (12:20 IST)

Covid-19 in India: કોરોના વાયરસથી બે લોકોના થયા મોત, ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેસ.. આ રીતે રાખો સાવધાની

  Coronavirus
Coronavirus Cases in India: શહેરની ગલીઓમાં ફરીથી કોરોનાને કારણે ભયનો સન્નાટો છવાય ગયો છે.  હોસ્પિટલની બહાર લાંબી લાઈનો અને લોકોની આંખોમાં ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોવા મળી રહી છે. અનેક લોકોએ વિચાર્યુ હતુ કે કોરોના હવે ઈતિહાસ બની ચુક્યો છે. પણ હવે લાગે છે કે સંકટ ફરીથી દરવાજો ખખડાવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે લોકોનામોત થઈ ગયા છે અને 257 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ કેરલ, મહારાષ્ટ્ર અને તમિલનાડુથી આવી રહ્યા છે. જ્યારબાદ દેશમાં ચિંતા વધી ગઈ છે.  
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સુધી લોકો માસ્ક વગર રસ્તાઓ પર મુક્તપણે ફરતા જોવા મળતા હતા, પરંતુ હવે ફરીથી સાવધાની રાખવાની જરૂર અનુભવાઈ રહી છે. કોરોનાની આ નવી લહેર પહેલા જેવી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે ખતરો ટળી ગયો છે. વાયરસના નવા પ્રકારો ઉભરી રહ્યા છે, જે ઝડપથી ફેલાય છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી અસર કરી શકે છે.
 
 
કયા લક્ષણો દેખાય તો અવગણવા ન જોઈએ ? 
 
-સાધારણ તાવ કે ગળામાં ખરાશ 
- નાક બંધ થઈ જવુ કે વહેવુ 
- માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો 
- થાક અનુભવવો 
- સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ થવી 
 
સાવધાની તમને કોરોનાથી બચાવી શકે છે 
 
 - ગીર્દીવાળા સ્થાન, હોસ્પિટલો અને સાર્વજનિક માર્ગ પરિવહનમાં માસ્ક જરૂર લગાવો 
- સાબુ અને પાણીથી વારેઘડીએ હાથ ઘોવા કે સૈનિટાઈઝરનો ઉપયોગ કરવો સંક્રમણથી બચાવી શકે છે  
- લગ્નપ્રસંગ, મેળા કે અન્ય ભીડવાળા સ્થાન પર જતા હાલ બચવામાં જ સમજદારી છે.  
- બૂસ્ટર ડોઝ લેવો ન ભૂલશો, ખાસ કરીને જો તમારી વય 60 વર્ષથી વધુ છે કે પહેલા કોઈ બીમારી છે. 
- ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે સારી ઊંઘ, પૌષ્ટિક આહાર અને યોગને દિનચર્યામાં સામેલ કરો.   

 
કોરોનાએ આપણને પહેલા પણ ઘણું શીખવ્યું હતું. સહનશીલતા, સંયમ અને તકેદારી રાખવી પડશે. આજે ફરી એ જ સમય આવી ગયો છે, જ્યારે આપણે પોતાની અને બીજાઓની જવાબદારીપૂર્વક કાળજી લેવી પડશે. આ વાયરસ હજુ પણ આપણી વચ્ચે છે, પરંતુ જો આપણે સમયસર જાગૃત થઈએ, તો આપણે પોતાને અને આપણા પ્રિયજનોને સુરક્ષિત રાખી શકીએ છીએ.