શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2022 (15:11 IST)

Corona Vaccination: હવે 12 વર્ષથી ઉપરના બાળકોને પણ લાગશે કોરોના વૈક્સીન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કર્યુ એલાન

કોરોનાવાયરસ (Coronavirus)ના વિરુદ્ધ ભારતમાં દુનિયાનુ સૌથી મોટુ વેક્સીનેશન અભિયાન (Corona Vaccination)ચલાવવામાં આવી રહ્યુ છે. આ ગઈ 16 માર્ચથી 12થી 13 અને 13થી 14 વર્ષના બાળકોના કોવિડ ટીકાકરણ શરૂ થઈ રહ્યુ છે. બીજી બાજુ 60 વર્ષથી ઉપરના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ(Dr. Mansukh Mandaviya) સોમવારે ટ્વીટ કરીને માહિતી આપી છે. સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે.  

 
તેમણે ટ્વિટ કરીને કહ્યું, 'બાળકો સુરક્ષિત, દેશ સુરક્ષિત! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીના ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારજનો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી કરાવવા વિનંતી કરું છું.

ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં ગઈકાલે કોરોનાના 2503 કેસ નોંધાયા હતા અને 57 લોકોના મોત થયા હતા. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 36,138 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 29 લાખ 93 હજાર 494 નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5 લાખ15 હજાર 907 લોકોએ જીવ ગુમાવ્યા છે.
 
ભારતમાં વેક્સિનની સ્થિતિ
ભારતમાં અત્યાર સુધી 96 કરોડ 88 લાખ 80 હજાર 303 લોકોને પ્રથમ ડોઝ, 81 કરોડ 30 લાખ 76 હજાર 716 લોકોને બીજી ડોઝ અને 2 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે