રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 31 મે 2021 (21:55 IST)

કોરોનાનો કહેર - સંક્રમણના મામલે ભારત બીજા નંબર પર અને મોતના મામલે ત્રીજા નંબર પર, જાણો દુનિયાના ટોપ 5 દેશની સ્થિતિ

દુનિયાના અનેક અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરનો કહેર બનીને તૂટી પણ હવે સારા સમાચાર એ  છે કે સંક્રમણની આ બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દેશમાં દિવસમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ હતી. પણ હવે આ આંકડો ઘટીને એક લાખ 65 હજારને પાર આવી ગયો છે. દેશમાં પોઝીટિવિટી રેટ પણ હવે ઘટીને આઠ ટકા પર આવી ગયો છે. જેને સતત વધુ નીચે લાવવાનો પ્રયાસ ચાલુ છે. 
 
કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને બીજા દેશો સાથે ભારતની તુલના કરીએ તો આ કુલ દર્દીઓની સંખ્યામાં ભારતથી આગલ ફક્ત અમેરિકા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા  34,043,068 છે તો બીજી બાજુ ભારતમાં  2,78,94,800 લોકો અત્યાર સુધી કોરોનાનો શિકાર થઈ ચુક્યા છે.  ભારત પછી ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. જ્યા 16,515,120 લોકો અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. 
 
કોરોના કેસ - ટોપ પાંચ દેશોમાં શુ છે સ્થિતિ 
 
દુનિયા    -  17,00,44,172
અમેરિકા  -   34,043,068
ભારત     -  2,78,94,800
બ્રાઝિલ    -   16,515,120
ફ્રાન્સ      -    5,666,113
તુર્કી       -    5,242,911
 
કોરોનાના મોત મામલે ભારત ત્રીજા નંબર પર છે. કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં 609,544 લોકો કોરોનાને કારણે મોતના મોઢામાં સમાય ગયા છે.  બીજી બાજુ અમેરિકા પછી બ્રાઝીલમાં 462,092 લોકનુ કોરોનાને કારણે મોત થઈ ગયુ. ત્રીજા નંબર પર ભારત છે જયા અત્યાર સુધી કુલ 3 લાખ 25 હજાર 972 લોકોએ પોતાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. 
 
કોરોનાથી મોત - ટોપ પાંચ દેશોમાં શુ છે સ્થિતિ 
 
દુનિયા - 3,556,583
અમેરિકા - 609,544
બ્રાઝિલ - 462,092
ભારત - 3,25,972
મેક્સિકો - 223,507
બ્રિટન - 127,781
 
ભારતમાં કોરોના સાથે જોડાયેલ કેટલીક વધુ માહિતી 
 
એક્ટિ કેસના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. એટલે કે, ભારત બીજો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. બીજી બાજુ હજુ ણ્દુનિયામાં દરેક ત્રીજી મોત ભારતમાં થઈ રહી છે.  દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે જ્યારે કે રિકવરી રેટ 90 ટકથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઈ ગયા છે.