મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (08:46 IST)

કોરોના ભારત અપડેટ - ભારતમાં થંભી નથી રહ્યો કોરોનાનો કહેર, દેશમાં એક દિવસમાં 3.62 લાખ નવા કેસ, દુનિયામાં થઈ રહેલ દરેક ત્રીજી મોત ભારતમાં

કોરોના ભારત અપડેટ - ભારતમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ ચાલુ છે. એક કે બે દિવસની કમી પછી આજે એટલે કે બુધવારે એક વાર ફરી દેશમાં કોરોના વાયરસના નવા કેસ 3.5 લાખના બેંચમાર્કને  પાર કરી ગયા છે. ભારતમાં એકવાર ફરી 24 કલાકમાં કોરોનાના 3.62 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડથી 4126 લોકોના મોત પણ થયા છે.  ભલે આજે મોતનો આંકડો ગઈકાલની સરખામણીએ થોડો ઓછો હોય. પરંતુ નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં આજે કોરોના વાયરસના 362,406 નવા કેસો આવ્યા, જ્યારે આ દરમિયાન 4,126 લોકોનાં મોત થયા. દેશમાં હાલ 3704099 થી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે 19382642 લોકોને ઠીક થતા તેમને રજા આપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ભારતમાં જેટલા કેસ અને મોતના આંકડા આવી રહ્યા છે તેમા અમેરિકા-બ્રાઝિલ જેવા દેશો ઘણા પાછળ છે. મતલબ હાલ ભારતમં સૌથી વધુ મોત થઈ રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. 
 
એક અઠવાડિયામાં જ તૂટી ગયો મોતનો રેકોર્ડ 
 
બુધવારે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોત અને કોરોનાનો રેકોર્ડ તૂટી ગયો હતો. દેશમાં બુધવારે સૌથી વધુ 4205 દર્દીઓના મોત થયા, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. એક જ દિવસમાં રેકોર્ડ  19,83,804 ટેસ્ટ થયા.  ભારતમાં કોરોનાની બીજી લહેર એટલો કહેર વરસાવી રહી છે કે એક જ દિવસમાં મોતનો રેકોર્ડ ફક્ત પાંચ જ દિવસોમાં તૂટી ગયો હતો. 7 મેના રોજ ભારતમાં 4194 દર્દીઓનાં મોત થયાં, જે એક જ દિવસમાં સૌથી વધુ મોતનો રેકોર્ડ હતો. હવે બુધવારે, એક જ દિવસમાં દેશમાં 4205 મોત નીપજ્યાં, જેનાથી મૃત્યુના અગાઉના રેકોર્ડનો બ્રેક થયો. 
 
કુલ મોત અઢી લાખને પાર 
 
ભારતમાં ગુરુવારે  કુલ મોતનો આંકડો નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો. આ આંકડો વધીને લગભગ 2 લાખ 58 હજાર થઈ ગયો છે. અમેરિકા અને બ્રાઝિલ પછી 
 
ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. જોકે, ડેલી મોતના મામલે ભારતે આ દેશોને પાછળ છોડી દીધા છે
 
દુનિયામાં થઈ રહેલી દરેક ત્રીજી મોત ભારતમાં 
 
ભારતમાં વર્તમાન સમયમાં દરરોજ મોટાભાગના નવા દર્દીઓ મળી રહ્યાં છે અને સૌથી વધુ મોત થઈ રહ્યા છે, જે આખા વિશ્વમાં સૌથી વધુ છે. રોયર્ટ્સના 
 
કોરોના ટ્રેકર મુજબ આખા વિશ્વમાં થનારી દરેક ત્રીજી મૃત્યુ ભારતમાં થઈ રહી છે. ભારતમાં દરરોજ સરેરાશ 3800 મોત થઈ રહ્યા છે.  જ્યારે સમગ્ર વિશ્વમાં 
 
દરરોજ આશરે 12 હજાર મોત થઈ રહ્યા છે
 
આ રાજ્યોમાં સૌથી વધુ મોત 
 
મહારાષ્ટ્ર 77191
દિલ્હી 20010
કર્ણાટક 19852
તમિલનાડુ 16178
ઉત્તર પ્રદેશ 16043
પી. બંગાલ 12593
છત્તીસગ 10 10941
પંજાબ 10918
 
મે મહિનામાં કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, આ આંકડાથી સમજો 
 
12 મે 2021: 362,406 નવા કેસ અને 4,126 મોત .
11 મે 2021: 348,529 નવા કેસ અને 4,200 મોત 
10 મે 2021: 329,517 નવા કેસ અને 3,879 મોત 
9 મે 2021: 366,499 નવા કેસ અને 3,748 મોત 
8 મે 2021: 409,300 નવા કેસ અને 4,133 મોત 
7 મે 2021: 401,326 નવા કેસ અને 4,194 મોત .
6 મે 2021: 414,433 નવા કેસ અને 3,920 મોત 
5 મે 2021: 412,618 નવા કેસો અને 3,982 મોત 
4 મે 2021: 382,691 નવા કેસ અને 3,786 મોત .
3 મે 2021: 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021: 370,059 નવા કેસ અને 3,422 મોત 
2 મે 2021: 392,562 નવા કેસ અને 3,688 મૃત્યુ