હોટલમાં કપલ વાંધાજનક હાલતમાં મળી, ગોરખપુરની હોટલમાં દરોડો, જોયુ આ દ્રશ્ય
ઉત્તર પ્રદેશના ગોરખપુરની એક હોટલમાં પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે આ દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા હતા. હોટલની અંદર કેટલાય યુગલો મળી આવ્યા હતા, જેમને પોલીસે કસ્ટડીમાં લીધા છે. માહિતીના આધારે પોલીસે દરોડો પાડતાં અનેક યુવક-યુવતીઓ વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા.
ગોરખપુર શહેરના શાહપુર પોલીસ સ્ટેશન હેઠળ ગીતા વાટિકા પાસે સ્થિત ફ્લાય ઇન હોટલમાં પોલીસે મોટી કાર્યવાહી કરી. અચાનક પોલીસે આ હોટલ પર દરોડો પાડ્યો અને પોલીસને જોતા જ હોટલમાં હંગામો મચી ગયો. પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી અને હોટલના રૂમની તપાસ કરી હતી.