શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (18:16 IST)

Maharashtra : કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, નવી મુંબઈમાંથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ભારે મહેસૂલ વિભાગે Custom Department) મોટા સ્તર પર કાર્યવાહી કરીને 300 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. મહેસૂલ વિભાગે 300 કરોડ રૂપિયાની 290 કિલો હેરોઇન જપ્ત કરી છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો આ ભંડાર નવી મુંબઈના ઉરણ સ્થિત જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે હવે આ કેસ એન્ટી-સ્મગલિંગ એન્ટેલિજન્સ, ઇન્વેસ્ટિગેશન અને સંચાલન એજન્સી (Directorate of Revenue Intelligence-DRI)  ને સોંપ્યો છે. આ પ્રકરણમાં DRI  બે લોકોની પૂછપરછ કરી રહી છે.
 
એન્ટી સ્મગલિંગ ઇન્ટેલિજન્સ  તપાસ અને ઓપરેશન એજન્સી દ્વારા નવી મુંબઈની ઉરણમાંથી 300 કરોડનો જે ડ્રગ્સ જપ્ત કર્યો તે આ વર્ષે ઝડપાયેલી હેરોઇનનો સૌથી મોટો સંગ્રહ છે. જેએનપીટી બંદરના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 290 કિલો હેરોઇન કબજે કરી છે. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે.
 
આ અગાઉ 191 કિલો હેરોઈનને જપ્ત કર્યુ હતુ 
 
ગયા વર્ષે આ જ રીતે DRI એ  દ્વારા 191 કિલો હેરોઇન જપ્ત કર્યુ હતુ  તપાસમાં તેઓને આંખોમાં ધૂળ ફેંકવાની આયુર્વેદિક દવા કહેવામાં આવી રહી હતી. પંજાબ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે અમૃતસર જિલ્લાના એક મકાનમાંથી 191 કિલો હેરોઇન અને અન્ય વસ્તુઓ મળી હતી. આ પ્રકરણમાં બે અફઘાનિસ્તાનના નાગરિકો સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.