શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (19:47 IST)

કોરોના ક્યારે થશે ખતમ ? સરકારે કહ્યુ - કોરોનાની ત્રીજી લહેર પણ આવશે

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કહેર વચ્ચે હવે ત્રીજી લહેરની તૈયારી શરૂ થઈ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના વિજય રાઘવને કહ્યુ છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે.  પણ એ નહોતી ખબર કે આ ક્યારે આવશે.  તેમણે એ પણ કહ્યુ કે કોરોનાની બીજી લહેર એટલી ભીષણ અને લાંબી હશે, તેનુ અનુમાન નહોતુ લગાવાયુ. 
 
કે વિજય રાઘવને બુધવારેને પ્રેસ કૉન્ફેંસમાં કહ્યુ, 'વાયરસની વધુ માત્રામાં સર્કુલેશન થઈ રહ્યુ છે અને ત્રીજુ ચરણ આવવાનુ જ છે. પણ આ સ્પષ્ટ નથી કે એ ક્યારે આવશે. આપણે નવી લહેરો માટે તૈયારી કરવી જોઈએ. વૈજ્ઞાનિક સલાહકારે એ પણ કહ્યુ કે વાયરસના સ્ટ્રેન પહેલા સ્ટ્રેનની જેમ ફેલાય રહ્યા છે. તએમા અનેક પ્રકારના સંક્રમણના ગુણ નથી. તેમણે એ પણ કહ્યુ કે વર્તમાન વૈરિએંટ્સ વિરુદ્ધ વૈક્સીન પ્રભાવી છે. દેશ અને દુનિયામાં નવા વૈરિએંટ્સ આવશે.  તેમણે એ પણ કહ્યુ કે વર્તમાન વૈરિએંટ્સના વિરુદ્દ વૈક્સીન પ્રભાવી છે.  દેશ અને દુનિયામાં નવા વૈરિએંટ્સ આવશે.  તેમણે એ પણ કહ્યુ કે એક લહેરના ખતમ થયા પછી સાવધાનીમાં કમી આવવાથી વાયરસને ફરીથી ફેલવાનો મોકો મળે છે. 
 
કેન્દ્ર સરકારે કહ્યુ છે કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પણ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યુ કે દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને તેમા હજુ વધુ કામ કરવાની જરૂર છે. 
 
લવ અગ્રવાલે જણાવ્યુ કે એક દિવસ પહેલાના મુકાબલે 2.4 ટકા કેસ વધ્યા છે તો અનેક રાજ્યોમાં વધુ દર્દીઓના મોત પણ થયા છે. સંયુક્ત સચિવએ પ્રેસ કૉન્ફેસમાં કહ્યુ, અનેક રાજ્યોમાં એક દિવસ પહેલાના મુકાબલે મોતમાં વૃદ્ધિ જોવા મળી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણામાં વધુ મોત થયા છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બતાવ્યુ છે કે કર્ણાટક, કેરલ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાલ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં કોરોનાના રોજ આવનારા કેસમાં ઝડપી વલણ બનેલ છે.  લવ અગ્રવાલે કહ્યુ, કેટલાક વિસ્તારોને લઈને ચિંતા છે. બેંગલુરુમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 1.49 લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં 38 હજાર કેસ સામે આવ્યા છે.