સુરતમાં ડોક્ટરો સાથે ભેદભાવ, જુના ડોક્ટરોને 60 નવાને 1.25 લાખ પગાર ! નારાજ કોન્ટ્રાક્ટ ડોક્ટરોની હડતાળની ચીમકી - Discrimination against doctors in Surat, 1.25 lakh salary to 60 new doctors! An angry contract doctors strike | Webdunia Gujarati
રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (18:48 IST)

સુરતમાં ડોક્ટરો સાથે ભેદભાવ, જુના ડોક્ટરોને 60 નવાને 1.25 લાખ પગાર ! નારાજ કોન્ટ્રાક્ટ ડોક્ટરોની હડતાળની ચીમકી

કોરોના સંક્રમણ કાળ દરમિયાન મેડિકલ સ્ટાફની અછત જણાતા સરકારે તબીબોને આકર્ષવા માટે નવા પગારની જાહેરાત કરી છે. સુરત કોર્પોરેશનમાં જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરોને માત્ર રૂ. 60,000 હજાર વેતન આપવા આવી રહ્યું છે. નવા કોન્ટ્રાક્ટર પર લેવાયેલા ડોક્ટરોના સમકક્ષ 125000 પગાર તેમને નહીં આપવામાં આવે તો આવતી કાલથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવાની ચીમકી આપી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન સ્થિતિ વણસી જતા વધુ મેડિકલ સ્ટાફ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મેડિકલ ઓફિસરને માસિક 125000 પગાર આપવાની જાહેરાત કરી હતી. સુરત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ નિભાવતા ડોક્ટરોને માત્ર 60 હજાર રૂપિયા વેતન ચુકવવામાં આવી રહ્યું છે. જેને લઇને કોન્ટ્રાક્ટના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.મુખ્યમંત્રીએ એમ.બી.બી.એસ થયેલા ડોક્ટરોને કોન્ટ્રાક્ટર સેવા માટે પસંદ કર્યા હતા. તેમને માસિક 125000 પગાર ચૂકવવાના આદેશ આપ્યા છે.જે અનુસાર કોન્ટ્રાક્ટ પર લેવાયેલા ડોક્ટરોને જાહેરાત મુજબ પગાર આપવામાં આવી રહ્યો છે પરંતુ જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબોને તેમના સમકક્ષ પગાર ચૂકવવાને બદલે રૂપિયા 60,000 માસિક પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.

જુના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 80 કરતાં વધુ ડોક્ટરો છે. જે પૈકીના 30 જેટલા ડોક્ટર સ્મિમેર હોસ્પિટલમાં, 40 સમરસ હોસ્પિટલમાં,10 જેટલા ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ડૉક્ટરો હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.જુના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા તબીબો આવતી કાલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે. 3મે ના દિવસે મ્યુનિસિપલ કમિશનરને તેમણે લેખિત અને મૌખિકમાં પોતાની માંગણી બાબતે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ સંતોષકારક જવાબ તેમને ન મળતા આખરે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે દર્દીઓને સારવાર યોગ્ય સમયે મળી રહે તે ખુબ જરૂરી છે. તેવા સમયે સરકારની બેવડી નીતિના કારણે જુના કોન્ટ્રાક્ટ પર રહેલા ડોક્ટરો સાથે કરવામાં આવતા અન્યાયને ડોક્ટરો કામથી અળગા રહેવાની ચીમકી આપી રહ્યા છે