1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 મે 2024 (14:36 IST)

બંગાળ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ચક્રવાતી તોફાન રેમલ

-આજે વાવાઝોડાની થશે એન્ટ્રી
-અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ
-અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ
 
Remal cyclone Alert In India  : ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે, તે 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન તરીકે કેન્દ્રિત થવાની સંભાવના છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી મેની સવાર સુધીમાં પૂર્વ-મધ્ય BOB ઉપર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બનશે.
 
IMDએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત 'રેમાલ' વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

IMDએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી
 
માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. IMD એ જણાવ્યું કે, 27 મે, 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.