દાદર નગર હવેલીના સાંસદ મોહન ડેલકર હોટલમાં મૃત જોવા મળ્યા, આત્મહત્યાની આશંકા

ગુજરાતીમાં લખી સુસાઈડ નોટ

Last Modified સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (17:06 IST)
દમન અને દીવના સાંસદ મુંબઈની એક હોટલમાં મૃત જોવા મળ્યા છે. દાદર નગર હવેલીના નિર્દલીય સાંસદ મોહન ડેલકરની ડેડ બોડી મરીન ડ્રાઈવની એક હોટલમાં સોમવારે મળી.
બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. શરૂઆતની તપાસમાં આત્મહત્યાની વાત સામે આવી છે.

58 વર્ષીય મોહન ડેલકર સાત વાર MLA તરીકે ચુંટાયા હતા. તેઓ પીએમ મોદી અને અમિત શાહના સમર્થક હતા અને મોદી સરકારની નીતિઓનુ મોટેભાગે સમર્થન કરતા જોવા મળતા હતા. તેઓ પ્રખર વક્તા હતા અને પોતાના ક્ષેત્રના વિકાસને લઈને અવાર નવાર આગળ રહીને પોતાની વાત સંસદમાં મુકતા હતા.

પોલીસ અધિકારીએ વિપક્ષ સાંસદની ડેડ બોડી પાસેથી ગુજરાતીમાં લખેલ એક સુસાઈડ નોટ મળ્યાના સમાચાર પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. ડેલકર મે 2019માં સાતમી વાર
MLA તરીકે ચૂંટાઈને સંસદમાં પહોચ્યા હતા. ડેલકર કાર્મિક, લોક ફરિયાદ, વિધિ અને ન્યાય મામલા સંબંધી લોકસભાની સ્થાયી સમિતિના સભ્ય હતા.
બીજી બાજુ તેઓ ગૃહ મંત્રાલય સંબંધી નિમ્ન સદનની સલાહકાર સમિતિના સભ્ય હતા.
આ પણ વાંચો :