રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (00:29 IST)

લગ્નમાં ડાન્સ કરતા યુવકનું મોત, જુઓ વાયરલ વીડિયો

dance marriage death
ઉત્તર પ્રદેશ. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ડાન્સ કરતી વખતે લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ડાન્સ કરતી વખતે અચાનક જમીન પર પડી જાય છે અને પછી હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થાય છે.
 
જણાવી દઇએ કે  વીડિયો વારાણસીનો છે. શહેરના બાડી પિયરી વિસ્તારના રહેવાસી મનોજ વિશ્વકર્મા (40) તેના સાળાના પુત્રના લગ્ન માટે મંડુઆડીહ ગયા હતા. અહીં વરઘોડો નીકળ્યો હતો.  જાન લખનૌ જવાની હતી. વરરાજાના તમામ સંબંધીઓ ઢોલના તાલે નાચતા હતા. ફુઆ મનોજ પણ નાચવા લાગ્યા. 5-7 મિનિટ સુધી ડાન્સ કર્યા બાદ મનોજ જમીન પર પડી ગયા અને થોડી જ વારમાં, તે 5 સેકન્ડથી ઓછા સમયમાં મૃત્યુ પામ્યા.