રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2024 (08:32 IST)

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત પડી જવાથી 6 લોકો ઘાયલ, વાહનોને ભારે નુકસાન

delhi airport Terminal 1
Delhi Airport Accident: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. શુક્રવારે સવારે ટર્મિનલ 1 પર એરપોર્ટની છત એક વાહન પર પડી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે.
 
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દિલ્હી ફાયર સર્વિસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દરેકને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 
દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત તૂટી પડી હતી. ફાયરની 3 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અકસ્માત બાદ શરૂઆતમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર હતા. હવે ઘાયલોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.