1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (09:52 IST)

દિલ્હીઃ પિતામપુરામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 5 લોકો જીવતા દાઝી ગયા.

-ચાર લોકો બળીને ખાખ થઈ ગયા 
-  દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ
-  આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે 

Delhi fire news-  ઉત્તર પશ્ચિમ દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ લાગતાં ઓછામાં ઓછા ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું કે પીતમપુરાથી રાત્રે 8 વાગ્યે આગની માહિતી મળી હતી અને આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
 
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું કે આગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે. અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે પોલીસકર્મીઓ અને બચાવ ટુકડીઓ પણ હાજર હતી.