રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2024 (14:49 IST)

રેપ પીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ હિમાચલ હાઈ કોર્તએ ડાક્ટરો પર લગાવ્યો 5 લાખનો દંડ

- હાઈકોર્ટમાં રેપ પીડિતા સાથે થયો રેપ
- કેન્દ્ર સરકારે ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ 
- 5 લાખ રૂપિયાનું વળતર
 
Shimla High Copurt- શિમલા હાઈકોર્ટે સગીર બળાત્કાર પીડિતાના ખોટા ટુ ફિંગર ટેસ્ટ મામલામાં કાંગડા સિવિલ હોસ્પિટલના ડોકટરો પર ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે રાજ્ય સરકારને પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

બાદમાં આ રકમ ડોક્ટરોના પગારમાંથી કાપવામાં આવે અને યોગ્ય તપાસ કરીને દોષિત ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવે. જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ અને જસ્ટિસ સત્યેન વૈદ્યની ખંડપીઠે આદેશ આપતાં કહ્યું કે બળાત્કાર પીડિતાની ગરિમાને ઠેસ પહોંચી છે. તેણીની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું જેના કારણે પીડિતા માનસિક ત્રાસ સહન કરતી હતી. આ સિવાય ટુ ફિંગર ટેસ્ટ પહેલા તેને ધમકી પણ આપવામાં આવી હતી.
 
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય હિમાચલ પ્રદેશ સરકારે પણ કેન્દ્રના નિર્દેશોને અપનાવ્યા છે.