મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (12:15 IST)

Delhi Lockdown- દિલ્હી સરકાર લોકડાઉન લગાવા તૈયાર

દિલ્લીમાં વધતા જતા પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટીની સરકાર રાજધાનીમાં લોકડાઉન લાગુ કરવા માટે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરશે. શનિવારે સુપ્રીમ કોર્ટે, સરકારને પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બે દિવસનું લોકડાઉન લાદવા વિચારવાનું કહ્યું હતું. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતુ કે લોકડાઉન લાદવુ એ એક મોટો નિર્ણય હશે. 
 
વાયુ પ્રદુષણની સ્થિતિને કાબૂમાં લેવા માટે કયા પ્રકારના નિર્ણયો સરકાર લઈ રહી છે તેની જાણકારી સોમવારે સરકાર આપે અને તે દિવસે આ મામલાની વધુ સુનાવણી કરવામાં આવશે.
 
સરકાર વતી સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે, ખેતરોમાં પરાળી સળગાવવામાં આવી રહી હોવાથી પ્રદુષણ વધી રહ્યુ છે અને તેને અટકાવવા માટે રાજ્ય સરકારોએ પગલા લેવા પડશે.