રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:58 IST)

Delhi Weekend Curfew - દિલ્હીમાં વીકેંડ કરફ્યુ, Omicronના કહેર વચ્ચે આ અઠવાડિયાથી લાગૂ થશે કડક નિયમો

દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે પણ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. આ દરમિયાન દિલ્હીમાં વીકેંડ કરફુયુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વીકેંડ કરફ્યુ આ અઠવાડિયાથી લાગૂ થઈ શકે છે. 
 
દિલ્હીમાં ઝડપથી વધતા કેસને જોતા ડીડીએમએની મંગળવારે બેઠક થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે ઉઠાવેલા પગલા પર ચર્ચા થઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે દિલ્હીમાં વીકેંડ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ ડીડીએમએ તેને લઈને આદેશ પણ રજુ કરી દેશે. કેટલાક નવા પ્રતિબંધો નુ પણ એલાન કરી શકાય છે. આ ઉપરાંત દિલ્હીમાં નાઈટ કરફ્યુ પહેલાથી જ લાગૂ છે.