શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (16:01 IST)

Mumbai Omicron: મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે ધોરણ 1 થી 8ની શાળાઓ, ઓમિક્રોનના સંકટ વચ્ચે BMC નો નિર્ણય

મુંબઈમાં ઓમ્રિકોનના વધતા સંકટને જોતા ધોરણ 1 થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી છે. આ નિર્ણય બીએમસી અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈમાં પણ મોટી સંખ્યામાં ઓમિક્રોનના દર્દીઓ સામે આવી રહ્યા છે. રવિવારે, નવા પ્રકારના 50 નવા કેસ નોંધાયા હતા. શાળાના બાળકોમાં પણ ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે આજે આ મુદ્દે BMC અધિકારીઓએ બેઠક યોજી હતી. આ પછી 31મી જાન્યુઆરી સુધીમાં 1લીથી 8મી સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.