1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (17:04 IST)

I phone માટે ડિલિવરી બોયની હત્યા: 3 દિવસ ઘરમા રાખી લાશ

Delivery boy killed for iPhone
કર્નાટકમાં  I phone માટે ડિલિવરી બોયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના કર્ણાટકના હાસનની છે. 20 વર્ષીય યુવકે મોબાઈલ ખરીદવાના પૈસા ન હોવાના કારણે આ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ડિલિવરી બોયના મૃતદેહને 3 દિવસ સુધી ઘરમાં રાખ્યો હતો. ત્યારબાદ લાશને રેલવે સ્ટેશનની બાજુમાં ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
 
આખો મામલો સમજો
આરોપી હેમંત દત્તા મોબાઈલ ખરીદવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. આ માટે આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો. તેણે સૌથી પહેલા ફ્લિપકાર્ટ પરથી iPhone મંગાવ્યો. 7 ફેબ્રુઆરીએ જ્યારે 23 વર્ષીય ડિલિવરી બોય મોબાઈલની ડિલિવરી કરવા આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને રાહ જોવાનું કહ્યું.
 
 થોડા સમય બાદ હેમંતે તેને અંદર બોલાવી તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીના રોજ અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીકથી પોલીસ દ્વારા મળી આવ્યો હતો.