બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હીઃ , શનિવાર, 26 ઑગસ્ટ 2017 (14:33 IST)

15 શહેરોમાં ડેરા સમર્થકોની હિંસા, 32ના મોત 1000 સમર્થકોની ધરપકડ

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સાધ્વી પર બળાત્કાર કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. બાબાના સમર્થકોએ પંચકુલામાં ભારે તોફાનો શરૂ કર્યા છે. પોલીસ સાથેની અથડામણમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ધાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.   કોર્ટ 28 ઓગસ્ટના રોજ તેમને સજા સંભળાવશે. પંચકૂલામાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું જ્યારે અનેક સ્થળોએ ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. લોકોએ મીડિયાકર્મીઓ પર પણ હુમલાઓ કર્યા હતા. ખટ્ટર સરકાર બાબાને સમર્થકોને કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડી હતી.
પંચકુલામાં સમર્થકોએ 100થી વધુ ગાડીઓને આગ ચાંપી દીધી હતી.  શિમલા અને દિલ્હીમાં પણ હાઈઅલર્ટ આપી દેવામાં આવ્યું છે. ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર સીબીઆઇ કોર્ટના ફેંસલા વિરૂધ્ધ તેના સમર્થકોએ ગઇકાલે કાળોકેર મચાવ્યો હતો.  હિંસક ઘટનાઓમાં ૩ર લોકોના મોત બાદ હરિયાણામાં કર્ફયુ લાદી દેવાયો છે તો દિલ્હી અને યુપીમાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રામ રહીમના 1૦૦૦ જેટલા સમર્થકોને પકડી લેવામાં આવ્યા છે અને હથિયારો તેમજ દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. રામ રહીમના સમર્થકોએ પંજાબના બે રેલવે સ્ટેશનને આગ લગાવી દીધી હતી. બાબાના સમર્થકો પોલીસ અને મીડિયાકર્મીઓ પર પણ હુમલાઓ કરી રહ્યા છે.
 
મળતી માહિતી મુજબ પંચકુલાથી શરૂ થયેલ ઉત્પાતની આગ પહેલા હરિયાણા અને પછી દિલ્હી પહોંચી હતી. દિલ્હીના પુર્વી વિસ્તાર આનંદ વિહાર, નંદનગરી અને અશોકનગરમાં ડેરા સમર્થકોએ બસો સળગાવી હતી તો આનંદવિહાર રેલ્વે સ્ટેશન પર રેલ્વેના બે ડબાને ફુંકી માર્યા હતા. જેને કારણે દિલ્હીના પુર્વી અને દક્ષિણ વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુપીમાં સ્થિતિને કાબુમાં લેવા માટે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં ગાઝીયાબાદ, નોઇડા, સામલી, બાગપત વગેરેનો સમાવેશ થાય છે. ગાઝીયાબાદમાં આજે પણ શાળા-કોલેજો બંધ રહી છે.
  હરિયાણાના પોલીસ વડા બી.એસ.સંધુએ કહ્યુ હતુ કે, હિંસા બાદ 1000 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને હથિયાર તથા દારૂગોળો જપ્ત કરાયો છે. ડીજીપીએ મોડીરાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, 3  રાઇફલ,3  પિસ્તોલ અને કાર્તુસ સાથે માદક પદાર્થો પણ જપ્ત કરાયા છે અને ડેરાની 65  ગાડીઓ ડીટેઇન કરવામાં આવી છે. પંચકુલામાં હવે શાંતિ છે અને ડેરાના બધા સમર્થકોને બહાર કાઢવામાં આવ્યા છે. આજે પણ સલામતી દળોએ ફલેગ માર્ચ કરી હતી.   પંચકુલામાં 28  અને સિરસામાં બેના મોત થયા છે અને બે અન્ય જગ્યાએ મોતને ભેટયા છે