#RamRahimJailed LIVE : રામ રહીમને દોષી સાબિત કર્યા પછી ભડકેલી હિંસાથી પંચકૂલામાં 5ના મોત, 250 ટ્રેન રદ્દ
- દિલ્હીમાં નંદ નગરી પાસે બસ સળગાવી. બસ એસોસિએશનના પ્રમુખ સીબી ગોલાનો દાવો 5 બસમાં લગાવી આગ
- રામ રહીમને દોષી સાબિત કર્યા પછી ભડકેલી હિંસાથી પંચકૂલામાં 5ના મોત
- પંચકૂલાના ઈનકમ ટેક્સ ઓફિસમાં લગાવી આગ
- હરિયાણામાં સ્ટેશનોની સુરક્ષા ચોક્કસ કરવા માટે બેઠક શરૂ.. કુલ 250 રેલગાડીઓ રદ્દ
- પંચકૂલામાં 3 પ્રદર્શનકારીઓના મોત
પંચકૂલામાં ડેરા સમર્થકોએ 100થી વધુ ગાડીઓમાં આગ લગાવી દીધી
- પંજાબના મુખ્યમંત્રી અમરિદર સિંહે લોકો ને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી.
- પંજાબના બે રેલવે સ્ટેશનો પર ડેરા સમર્થકોએ લગાવી આગ
- માનસા ઈનકમ ટેકસ વીજળી ઘરમાં લાગી આગ
- ડેરા સમર્થકોએ પોલીસ પર પત્થરબાજી કરી
- ગિધરવાડા સ્ટેશન પર તોડફોડ
- પંચકૂલામાં બે લોકોના મોતના સમાચાર
- પંજાબના ત્રણ શહેર ફિરોજપુર મનસા અને ભટિડામાં બગડતા હાલતને કારણે કરફ્યુ લાગ્યો
- પંચકુલામાં ભીડે અનેક ગાડીઓને આગ લગાવી
- લગભગ 40 મિનિટથી પંજાબ હરિયાનાના અનેક વિસ્તારમાં ડેરા સચ્ચા સૌદાના સમર્થક કરી રહ્યા છે હિંસા
- વધતી હિંસાને જોતા દિલ્હી અને ઉત્તરાખંડમાં એલર્ટ
-પંચકૂલામાં ભીડે અનેક ગાડીઓને લગાવી આગ
- લગભગ 40 મિનિટથી પંજાબ હરિયાનાના અનેક વિસ્તારોમાં ડેરા સચ્ચા સૌદા સમર્થક કરી રહ્યા છે હિંસા
- ડેરા સચ્ચા સૌદા સમર્થકોની પત્થરબાજીમાં એક ન્યૂઝ ચેનલના કેમરા પર્સનને વાગ્યો પત્થર થયા ઘાયલ
- હિંસાને જોતા દિલ્હી અને ઉત્તરાખંડમાં એલર્ટ ડેરા સચ્ચા સૌદા સમર્થકોના પત્થરબાજી પછી પોલીસ પાછળ હટી
- પંચકૂલામાં હવાઈ ફાયરિંગનો અવાજ સંભળાયો
- સેના અને પોલીસ શરૂ કર્યુ ઓપરેશાન ક્રૈકડાઉન
- ડેરા સચ્ચા સૌદા સમર્થકોની ગુંડાગર્દી શિમલા હાઈવે પર કારોને તોડવામાં આવી રહી છે.
- ગુરમીત રામ રહીમના સમર્થકોએ પંજાબના મલોટ સહિત બે રેલવે સ્ટેશન પર લગાવી આગ
- સાધ્વીના યૌન શોષણ મામલે પંચકૂલા સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષી સાબિત કર્યા છે. સુનાવણીના સમયે કોર્ટમાં ફક્ત જજ રામ રહીમ અને સ્ટાફ હાજર હતો.
- જજ જગદીપ સિંહે પૂરો નિર્ણય સંભળાવ્યો. દોષી કરાર આપ્યા પછી બાબાને કસ્ટડીમાં મુકવામાં આવ્યા. ત્યાથી તેમને અંબાલા લઈ જવામાં આવ્યા. હવે 28 ઓગસ્ટના રોજ સજાના સમય પર ચર્ચા થશે
- ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રોહતક લઈ જવામાં આવશે.. રોહતકમાં સ્પેશલ જેલમાં મુકવામાં આવશે.
- ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ પર લાગેલ સાધ્વી યૌન શોષણ મામલે આરોપોમાં પંચકૂલાની સીબીઆઈની વિશેષ કોર્ટ તરફથી આજે નિર્ણય સંભળાવી શકાય છે. ડેરા પ્રમુખ ગાડીઓના મોટા કાફલા સાથે રજુઆત માટે કોર્ટની તરફ રવાના થઈ ગયા છે.
કોર્ટે ધારા-144 લાગુ કરી પંચકૂલામાં ડેરા સમર્થકોને ખાલી કરવા કહ્યું છે. હરિયાણા પોલિસ દ્વારા ગત રાત્રીએ ડેરા સમર્થકોને હટાવવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સમર્થકો ત્યાંથી હટવા તૈયાર ન હતા, પોલિસની અપીલ માનવા તૈયાર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, પોલિસ દળ સોશલ મીડિયા, વૉટ્સએપ ગ્રૂપ, ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમો પર કડક નજર રાખી રહી છે અને લોકોને અફવા નહીં ફેલાવવા અને અફવા પર ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે
જો કે, ધારા 144 લાગુ કર્યાબાદ પંચકૂલામાં હજારો ડેરા સમર્થકો ભેગા થતા હાઈકોર્ટે ગઈકાલે હરિયાણા પોલિસના ડીજીપીને સસ્પેડ કરવાની ધમકી પણ આપી દીધી હતી. આ ચુકાદાને ધ્યાનમાં રાખતા પ્રદેશમાં 16 હજાર પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે
ગુરમીત રામ રહીમ સાથે જોડાયેલા સાધ્વી રેપ મામલે આજે પંચકૂલા કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. જેને ધ્યાનમાં રાખી સમગ્ર હરિયાણામાં ધારા 144 લાગી કરવામાં આવી છે અને પ્રદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે પંચકૂલામા ત્રણ દિવસ સુધી ખાનગી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે.