સાધ્વી યૌન શોષણ કેસમાં ડેરાપ્રમુખ રામ રહીમ પર આવશે નિર્ણય... આ કારણે છે લોકપ્રિય
ડેરા મુખી પર 25 ઓગસ્ટના રોજ આવનારા નિર્ણયને ધ્યાનમાં રાખતા આખુ પંજાબ અને હરિયાણા હાઈ એલર્ટ પર છે. બીજી બાજુ એક ડેરા પર પોલીસ અને ઈંટેલીજેંસની ખાસ નજર રહેશે. આ છે પંજાબના વઠિંડાના સલાબતપુરા ડેરા. અહી મે 2007માં ડેરા પ્રમુખે દશમ ગુરૂ શ્રી ગુરૂ ગોવિંદ સિંહની જેમ વેશભૂષા પહેરીને ડેરા પ્રેમીઓને જામ-એ-ઈંસા પીવડાવ્યો હતો. ત્યારબાદ ડેરા પ્રેમીઓ અને સિખો વચ્ચે અથડામણ થઈ હતી અને સિખો તરફથી ડેરા મુખી વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.
હવે જીલ્લા પ્રશાસને ડેરા સલાબતપુરાના પોલીસે ઘેરી લીધુ છે. 24 કલાક ડેરાના આસપાસ પોલીસની ગોઠવણી કરી છે. જો કે મોટી સંખ્યામાં ડેરા મુખી ડેરામાં પહોંચવા માડ્યા છે. ડેરા સાથે જોડાયેલ સાધુ સિંહનુ કહેવુ છે કે ડેરા પ્રેમી તો સત્સંગ માટે આવી રહ્યા છે અને તેઓ આવી કોઈ પણ વાત નથી કરતા જેમા કાયદાની સ્થિતિ બગડે. કાયદો બધા માટે એક છે.
સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં નાખવામાં આવી રહેલ ભડકાઉ પોસ્ટ વિશે તેમને કહ્યુ કે આ કેટલાક શરારતી લોકોની ચાલ છે કે જે પંજાબની અમન શાંતિ ભંગ કરવા માંગે છે. ડેરા સમર્થક આવુ કશુ નહી કરે જેનાથી અમન શાંતિ ભંગ થાય.