બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2017 (10:09 IST)

ચોટલી પછી હવે એક માણસની દાઢી કપાઈ !!

ગામ કુરૈશીપુરમાં સૂઈ રહેલ એક વ્યક્તિની સોમવારે રાત્રે 2 વાગ્યે દાઢી કપાઈ ગઈ. તેની આસપાસ નાડાછડી, હળદરમાં ખરડાયેલું તાવીજ મળ્યુ છે. ઘટના વિશે પરિજનોને સવારે લગભગ 4 વાગ્યે જાણ થઈ. જ્યારે પીડિતિ ઈશારામાં જ વાતો કરી રહ્યો હતો. પીડિત ઘટનાના અનેક કલાક પછી પણ બોલી શક્યો નથી.. પોલીસે મામલાની તપાસ કરી રહી છે. 
 
માહિતી મુજબ કુરૈશીપુર નિવાસી શૌકીનની દાઢી કપાવવાનો મામલો સામે આવ્યો છે. શૌકીન સોમવારે રાત્રે સૂઈ ગયો હતો. લગભગ 4 વાગ્યે જ્યારે તે ઉઠ્યો અને પોતાના મોઢા પર હાથ ફેરવ્યો તો દાઢીના વાળ ગાયબ હતા. થોડી જ વારમાં આ સમાચારથી આખા ગામમાં સનસની ફેલાય ગઈ અને ગામના લોકો આ જોવા માટે શૌકીનના ઘરે પહોંચી ગયા. 
 
પરિવારના લોકોએ જોયુ કે શૌકીનની દાઢી કપાયેલી છે. આ ઘટનાને કારણે આખુ ગામ અચંબામાં છે.  ઘટનાની સૂચના મેળવીને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. સિકરૌના ચૌકી ઈંચાર્જ જગમાલે જણાવ્યુ કે શૌકીનની દાઢી કપાયાની સૂચના મળી હતી.. તેની કલમ પાસેના વાળ ગાયબ મળ્યા છે.