સુરેશ પ્રભુના રાજીનામા પર બોલ્યા જેટલી, પીએમ કરશે નિર્ણય

Last Modified બુધવાર, 23 ઑગસ્ટ 2017 (17:42 IST)
એક પછી એક થઈ રહેલ રેલ દુર્ઘટના પછી રેલમંત્રી સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રીને પોતાના રાજીનામાની રજુઆત કરી છે. તેમણે કહ્યુ કે હુ તાજેતરમાં જ થયેલ બધી રેલ દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપુ છુ.

જો કે પ્રધાનમંત્રીએ હાલ તેમનુ રાજીનામુ મંજુર નથી કર્યુ. સુરેશ પ્રભુએ એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

પ્રભુએ કહ્યુ કે હુ આજે માનનીય પ્રધાનમંત્રીજીને મળ્યો અને બધી દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા હુ રાજીનામાની રજુઆત કરી.

પ્રભુએ આગળ કહ્યુ કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને રાહ જોવા માટે કહ્યુ છે. આ પહેલા રેલમંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે તેઓ આ રેલ દુર્ઘટનામાં લોકોના મોતથી ખૂબ જ દુખી છે

આ દરમિયાન કેબિનેટે મીટિંગ પછી નાણાકીય મંત્રી અરુણ જેટલીએ મીડિયાને કહ્યુ કે રેલમંત્રી સુરેશ પ્રભુના રાજીનામા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિર્ણય કરશે.આ પણ વાંચો :