ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (09:05 IST)

ધનબાદઃ આકાશમાં ઉડતું ગ્લાઈડર ઘરમાં થયુ ક્રેશ, બે લોકોનો આબાદ બચાવ

dhanbad
ઝારખંડના ધનબાદમાં એક મોટો અકસ્માત થયો છે. આકાશમાં ઉડતું ગ્લાઈડર એક મકાન સાથે અથડાયું. ગ્લાઈડર અકસ્માતમાં વિમાનમાં સવાર બે લોકો ઘાયલ થયા છે. આકાશમાં ઉડતા ગ્લાઈડર્સ એક પ્રકારનું હળવા વજનનું વિમાન છે. આ ગ્લાઈડર થોડીક સેકન્ડો પહેલા બરવા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી પરંતુ થોડા સમય બાદ વિમાન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું હતું.  ગ્લાઈડર એરપોર્ટ નજીક એક મકાન સાથે અથડાયું હતું. આ પહેલા પણ ગ્લાઈડર દ્વારા લોકોને આવી બે એરિયલ ટુર કરાવવામાં આવી ચુકી છે પરંતુ આ વખતે ગ્લાઈડર ક્રેશ થવાના કારણે એરિયલ ટુર કરીને શહેરનો નજારો જોવાનું હાલ પૂરતું બંધ થઈ ગયું છે.
 
ટેકનિકલ ખામીના કારણે ક્રેશ, ગ્લાઈડર તૂટી ગયું

 
જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પરથી ટેકઓફ થતા જ ગ્લાઈડરમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું. ગ્લાઈડર નીલેશ કુમાર નામના વ્યક્તિના ઘર સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. ગ્લાઈડર સેવા ધનબાદ શહેરના લોકો હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે અને આકાશમાંથી તેમના શહેરનો નજારો જોઈ શકે તે હેતુથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ ગ્લાઈડર ધનબાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે સ્થાનિક જાલાન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.