1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ભોપાલ , શુક્રવાર, 28 મે 2021 (16:35 IST)

કમલનાથનુ કેન્દ્ર પર નિશાન, બોલ્યા ભારત મહાન નથી, ભારત બદનામ છે, નિવેદન પર રાજકારણ શરૂ

કમલનાથ
કોરોનાને ઈંડિયન વૈરિયંટ બતાવનારા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનુ એક વધુ વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. આજે સતનાના મૈહર પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોરોનાને લઈને ભાજપા સરકાર પર હુમલો બોલતા કહ્યુ કે ભારત મહાન નથી ભારત બદનામ છે. બધા દેશોએ રોક લગાવી છે કે ભારતના લોકો નથી આવી શકતા. મે એ દિવસે ઉજ્જૈનમાં કહ્યુ હતુ કે જે ટેક્સી ચલાવે છે પોતાના દેશના લોકો બહાર મને તો કોઈએ ન્યૂયોર્કથી ફોન કર્યો કે જે ભારતના લોકો ટેક્સી ચલાવનારા છે તેમની ટેક્સીમાં કોઈ બેસવાનુ નથી. 

 
કમલનાથના આ વિવાદિત નિવેદન પર હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય એ કહ્યુ કે "કમલનાથજી મેરા ભારત મહાન હતો, મહાન છે અને મહાન જ રહેશે પણ ચીની દિમાગથી વિચારનારા અને ઈટાલિયન ચશ્માથી જોનારાઓને આ દેખાય નહી. તમારા જેવાને તો ગોસ્વામી તુલસીદાસજી કહીને ગયા છે જાકો પ્રભુ દારૂણ દુ:ખ દેહિ, તાકિ મતિ પહલે હર લેહી.