શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (14:49 IST)

રાહુલનો હુમલો, PM એ જવાબદારી ન ભજવી, વેક્સીન પર રણનીતિ નહી બદલી તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે

આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કોરોનાના મુદ્દાને લઈને મીડિયાને સંબોધિત કર્યુ. વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા રાહુલ ગાંધી મીડિયાને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો અને કહ્યુ કે કેન્દ્ર સરકાર હજુ સુધી કોરોનાને સમજી નથી. રાહુલ ગાંધીએ કહ્યુ એ લોકડાઉન કોરોનાનુ સ્થાયી સમાધાન નથી.
 
વેક્સીનેશન જ છે સ્થાયી સમાધાન 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોરોના રોકવા માટે કોઈ કાયમી સમાધાન હોય છે તો તે છે માત્ર વેક્સીનેશન.  રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર આરોપ લગાવતા કહ્યુ કે તમારા કામ કરવાની રીતથી લાખો લોકોનુ મોત થયુ, તેથી તમારા કામ કરવાની રીતને બદલો.  કોરોના ફકત એક મહામારી નથી. કોરોના એક બદલાતી બીમારી છે. તમે તેને જેટલો સમય અને સ્થાન આપશો એટલી તે ખતરનાક બનતી જશે.

માત્ર ત્રણ ટકાને લાગી વેક્સીન 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન, માસ્ક લગાવવુ,  સેનિટાઇઝિંગ કરવુ એ કાયમી સમાધાન નથી. તેમણે કહ્યું કે અત્યાર સુધી દેશમાં માત્ર ત્રણ ટકા લોકોએ રસી લીધી છે. તેમણે વડા પ્રધાન પર હુમલો કરતાં કહ્યું હતું કે તેઓ કોરોના મોરચે પોતાની જવાબદારી નિભાવી નથી.
 
વિપક્ષ સરકારનો દુશ્મન નથી - રાહુલ
 
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે એક માત્ર વેક્સીન દ્વારા જ કોરોના સામે લડી શકાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી રહ્યા હતા પરંતુ કેન્દ્રએ અમારી એક પણ વાત સાંભળી નહી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ તેમનો દુશ્મન નથી અને કોરોના કોઈ રાજકીય મુદ્દો નથી.
 
ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે - રાહુલ
 
આ ઉપરાંત રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો આ રેટ પર વેક્સીનેશન થશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે. આપણો મૃત્યુદર એક જુઠ્ઠાણુ છે અને સરકાર આ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. સરકારે સમજી લેવું જોઈએ કે વિપક્ષ તેમનો દુશ્મન નથી, વિપક્ષ તેમને રસ્તો બતાવી રહ્યુ છે.