કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને માહિતી આપી

rahul gandhi
Last Modified મંગળવાર, 20 એપ્રિલ 2021 (16:00 IST)

કૉંગ્રેસ નેતા થયા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેમને હળવાં લક્ષણો હતાં, જ્યારબાદ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું, "જે લોકો હાલના સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ સુરક્ષા પ્રોટોકોલનું અનુસરણ કરે અને સુરક્ષિત રહે."

મહત્ત્વનું છે કે ગઈકાલે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો જ્યારબાદ તેમને AIIMSમાં દાખલ કરાયા હતા.


આ પણ વાંચો :