શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (19:39 IST)

ભારતને મળવાની છે 4 નવી વેક્સીન, દરરોજ 1 કરોડ લોકોને રસી આપવાની તૈયારી - વી.કે. પોલ

નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ કે પોલે ગુરૂવારે દેશમાં વૈક્સીનના સ્ટોકની માહિતી આપતા કહ્યુ કે જલ્દી જ ભારતમાં 4 નવા વેક્સીન આવવાના છે. તેમને એ પણ જણાવ્યુ કે કેન્દ્ર સરકાર ઉત્પાદન વધારવા સાથે દરરોજ 1 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહી છે રાજ્યો તરફથી રસીની કમીની ફરિયાદ વચ્ચે તેમણે જણાવ્યુ કે રાજ્ય સરકારો કુલ ઉત્પાદનના 25 ટકા ભાગ ખરીદી રહી છે 
 
ડો. પોલે કહ્યુ, રાજ્ય અમારી વેક્સીન ઉત્પાદન ક્ષમતાને જાણે છે. જ્યારે તેમને કહ્યુ કે તે વેક્સીન ખરીદવામાં સરળતા ઈચ્છે છે તો નવી સિસ્ટમ લાવવામા આવી. - કેંદ્ર સરકાર દેશમાં ઉત્પાદિત 50 ટકા વેક્સીનની ખરીદી કરશે, જેમણે રાજ્યોને મફત આપવામાં આવશે અને તેનો ઉપયોગ 45+ લોકો માટે રહેશે. બાકીના 50 ટકા રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર ખરીદશે. 
 
રસીકરણમાં ઝડપને લઈને પૉલે કહ્યુ, અમે દરરોજ 1 કરોડ ડોઝ લગાવવાની તૈયારી કરવી પડશે. આ આગામી કેટલાક અઠવાડિયામાં શક્ય થશે. આપણે તેની તૈયારી કરવી પડશે. આપણે એક દિવસમાં 43 લાખ ડોઝને શક્ય બનાવ્યા. આગામી ત્રણ અઠવાડિયામાં આપને તેને 73 લાખ સુધી લઈ જવા જોઈએ. આ લક્ષ્યને મેળવવા માટે આપણે સિસ્ટમ બનાવવી પડશે.