1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (23:47 IST)

પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ત્રણ સ્થાન પર અપાયા સૈપલ, ગંગામાં લાશ મળતા તપાસ શરૂ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસોમાં પણ પાણીમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. રાજધાનીમાં ત્રણ સ્થળોએથી લેવામાં આવેલા સૈપલમાં એક પોઝીટીવ સૈપલ મળી આવ્યો છે. હવે, પાણીમાં ફેલાયેલા વાયરસની અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે,   આ અભ્યાસ એસજીપીજીઆઈના માઇક્રોબાયોલોજી વિભાગ કરી રહ્યો છે.
 
વિવિધ નદીઓમાં મૃતદેહ વહાવ્યા પછી આઇસીએમઆર અને ડબ્લ્યુએચઓ દેશભરમાં અભ્યાસ કરવાની યોજના બનાવી. આ અંતર્ગત દેશભરમાં 8 સેંટર બનાવવામાં આવ્યા. યુપીનું સેંટર એસજીપીજીઆઈને  બનાવ્યુ હતું. લખનૌમાં સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભવિત લોકો મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં, અહીં સીવેજ સૈપલ ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.   ત્રણ સ્થળોએથીસીવેજ સૈપલ લઈને  એસજીપીજીઆઈના માઇક્રોબાયોલોજી વિભાગમાં તપાસ કરવામાં આવી.  એક સૈપલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. આવી સ્થિતિમાં શક્યતા બતાવાઈ રહી છે કે પાણીથી સંક્રમણ ફેલાવવાના મામલે નવેસરથી અભ્યાસ કરી શકાય છે. એસજીપીજીઆઈની માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલે કહ્યુ  કે ભવિષ્યમાં સમગ્ર રાજ્ય માટે એક પ્રોજેક્ટ તૈયાર કરી શકાય છે. 
 
ખદરાના સૈપલમાં કોરોના વાયરસ 
 
એસજીપીજીઆઈના માઇક્રોબાયોલોજી વિભાગના વડા, પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલે જણાવ્યું હતું કે આઇસીએમઆર-ડબ્લ્યુએચઓ દ્વારા દેશભરમાં સીવેજ સૈપલિંગ શરૂ કરવામાં આવી. . લખનઉના ખદરાના રૂકપુર, ઘંટાઘર અને મછલી મોહલના ડ્રેનેજમાંથી સીવેજ સૈપલ લેવામાં આવ્યા. જ્યા આખા મોહલ્લાના સીવેજ એક સ્થાન પર પડે છે. 19 મે ના રોજ સૈપલની તપાસ કરવામાં આવી તો રૂકપુર ખદરાના સીવેના સૈપલમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. આખી પરિસ્થિતિ આઈસીએમઆર અને ડબ્લ્યુએચઓને પહોંચાડવામાં આવી છે. તેણે કહ્યું કે આ અત્યારે પ્રાથમિક અભ્યાસ છે. ભવિષ્યમાં તેનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મુંબઈના સીવેજ સૈપલિંગમાંથી પણ માહિતી મળી છે. આવી સ્થિતિમાં સંભાવના છે કે કોરોનાવાયરસથી પીડાતા તમામ દર્દીઓના સીવેજ સ્ટૂલ (ગટર) માંથી કોરોનાવાયરસ પહોચ્યો હોય. કેટલાંક અન્ય શોધ પત્રોમાં પણ એ સામે આવ્યું છે કે  50% દર્દીઓના સ્ટૂલના વાયરસ સીવેજ સુધી પહોચી જાય છે. 
 
 
 
પાણીના સંક્રમિત થવા પર તાજો અભ્યાસ
ડો.ઉજ્જવલા ઘોષાલે માહિતી આપી હતી કે સીવેજના દ્વારા નદીઓ સુધી પાણી પહોંચે છે. આવી સ્થિતિમાં, તે સામાન્ય લોકોને કેટલું નુકસાન પહોંચાડશે તેના વિશે અભ્યાસ કરવાનું બાકી રહેશે. શક્ય છે કે ભવિષ્યમાં આનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે જેથી પાણી દ્વારા સંક્રમણ ફેલાવવાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે, પરંતુ આ અંગે કંઈ કહી શકાય નહીં. જ્યાં સુધી પાણીની વાત છે ત્યાં સુધી મૃતદેહો દ્વારા સંક્રમણ ફેલાવવા અંગે હજુ સુધી કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.