બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (19:18 IST)

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટેક્સ્ટાઇલ માર્કેટ અને વિવિંગ ઈન્ડસ્ટ્રીમાં 50થી 60 ટકા લેબરો નથી

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણની સીધી અસર દેખાઈ રહી છે. સુરતનો કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. માર્કેટ, પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ માર્કેટ ખુલી ગઈ છે પરંતુ લેબરોની અછતના કારણે માર્કેટના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં 3 લાખ કરતાં વધુ લેબરોની અછત છે. ટેક્સ્ટાઇલ માર્કેટ અને વિવિગ ઈન્ડસ્ટ્રીમાં 50થી 60 ટકા લેબરો નથી. સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં રોજના લાખો કારીગરો કામ કરતા હોય છે. જેમાં માર્કેટની દુકાનોનો કાયમી સ્ટાફ ફોલ્ડિંગ, કટીંગ, બોક્સ પેકિંગ, કાર્ટુન સપ્લાય અને ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. લાખોની સંખ્યામાં મજૂર વર્ગ કામ કરીને રોજીરોટી મેળવે છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગનું કાપડ સમગ્ર દેશ અને વિદેશમાં પહોંચ્યા છે. જેનો વ્યાપ ખૂબ જ મોટો છે. કોરોના સંક્રમણને કારણે કોરોના પહેલા અને બીજા તબક્કામાં ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થયું છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવિંગ અને પ્રોસેસિંગ મિલોમાં પણ એ જ રીતે લાખોની સંખ્યામાં કામદારો કાર્યરત છે. હાલ પ્રોસેસિંગ લગભગ બંધ છે તેથી હજુ તેમાં કેટલા કારીગરોની અછત છે તે અંગે મિલ માલિકો સ્પષ્ટપણે જણાવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમના કહેવા પ્રમાણે જૂન મહિનાના પહેલાં સપ્તાહથી પ્રોસેસિંગ મિલો શરૂ થશે ત્યારે કેટલા કામદારો મિલો પર આવે છે, ત્યારબાદ સ્થિતિ સમજી શકાશે. કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાગતા સમગ્ર દેશમાંથી તો કાપડની ડિમાન્ડ બંધ થઈ ગઈ હતી જેને કારણે પ્રોસેસિંગ હાઉસો પણ બંધ હતા.